બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / શોપિંગ / ટેક અને ઓટો / ફ્લિપકાર્ટમાં બમ્પર સેલ: રૂ. 62000 સુધી સસ્તો થયા Google Pixelના આ ફોન

ટેક્નોલોજી / ફ્લિપકાર્ટમાં બમ્પર સેલ: રૂ. 62000 સુધી સસ્તો થયા Google Pixelના આ ફોન

Shilpa Parmar

Last Updated: 05:43 PM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Flipkart Sale : જો તમે પણ મોબાઈલ ખરદીવાનો પ્લાન કરી રહ્યા છો તો Flipkart Big Billion Days સેલમાં Google Pixel સ્માર્ટફોન્સ પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણી લો શું ઓફર ચાલી રહી છે?

ફેસ્ટિવ સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. સાથે જ ફેસ્ટિવ સીઝનનો સૌથી મોટો સેલ પણ શરૂ થવાનો છે. Flipkartનો Big Billion Days 2025 સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સેલમાં ગૂગલ પિક્સેલના ફોન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળશે. ઘણા ફોન તો તેમની લોન્ચ પ્રાઈસ કરતાં અડધીથી પણ ઓછી કિંમતે વેચાશે.

સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન કરી રહેલા લોકો માટે આ ફેસ્ટિવ સિઝન સૌથી આકર્ષક ડીલ બની શકે છે, કારણ કે આ ફોન પ્રીમિયમ સ્પેસિફિકેશન્સ સાથે આવશે. હાલમાં જે પ્રાઈસ જાહેર થયા છે તે પ્રમાણે ગૂગલ પિક્સેલ પર ઘણી મોટી બચત થઈ શકે છે.

કયા કયા ફોન પર મળશે ઓફર?

ફ્લિપકાર્ટના BBD સેલમાં Google Pixel 9, Google Pixel 8 Pro અને Google Pixel 9 Pro XL પર 62,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Flipkartનો Big Billion Days સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે Flipkart Plus મેમ્બરને આ સેલનો 22 સપ્ટેમ્બરથી જ અર્લી એક્સેસ મળશે.

google-pixel

ગૂગલ પિક્સેલ 9

Google Pixel 9 ફોન 79,999 રૂપિયામાં લોન્ચ થયો હતો, પરંતુ હવે ફ્લિપકાર્ટની BBD સેલમાં તે માત્ર 39,999 રૂપિયામાં મળશે. Google Pixel 9માં 6.2 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ છે. તેમાં Google Tensor G4 ચિપસેટ છે, જે AI અને મશીન લર્નિંગ ટાસ્ક માટે ઉત્તમ પરફોર્મન્સ આપે છે.

કેમેરા સેટઅપમાં 50MPનો પ્રાઈમરી લેન્સ અને 12MPનો અલ્ટ્રા-વાઇડ લેન્સ છે, જેમાં તમને નાઈટ સાઇટ અને સુપર રેસ ઝૂમ જેવા ફીચર્સ મળશે. આગળની બાજુએ 10.5MPનો ફ્રન્ટ કેમેરા સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે છે.

google-pixel-1

ગૂગલ પિક્સેલ 8 પ્રો

Pixel 8 Proની વાત કરીએ તો તે 1,06,999 રૂપિયામાં લોન્ચ થયો હતો. હવે આ ફોન ફ્લિપકાર્ટના ફેસ્ટિવ સેલમાં માત્ર 44,999 રૂપિયામાં મળશે. એટલે કે, આ ફોન પર 62,000 રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ મળશે. Google Pixel 8 Proમાં 6.7 ઇંચની LTPO OLED ડિસ્પ્લે છે, જે 1Hzથી 120Hz સુધી ડાયનામિક રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે.

તેમાં Google Tensor G3 ચિપ અને Titan M2 સિક્યુરિટી ચિપ છે. કેમેરા સેટઅપમાં 50MP વાઇડ, 48MP અલ્ટ્રા-વાઇડ અને 48MP ટેલિફોટો લેન્સ સામેલ છે. Pro Controls અને Magic Editor જેવા AI ફીચર્સ ફોટોગ્રાફીને વધુ પાવરફુલ બનાવે છે. ફ્રન્ટ કેમેરો 10.5MPનો છે.

12GB RAM સાથે 128GBથી લઈને 1TB સુધી સ્ટોરેજ ઓપ્શન ઉપલબ્ધ છે. તેમાં 5050mAhની બેટરી છે, જે 30W ફાસ્ટ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ફોન Android 14 પર લોન્ચ થયો હતો અને તેમાં 7 વર્ષ સુધીના અપડેટ્સ મળશે. આ ફોન તેના પ્રો-ગ્રેડ ડિસ્પ્લે અને કેમેરા ક્વોલિટી માટે જાણીતો છે.

ગૂગલ પિક્સેલ 9 પ્રો XL

Pixel 9 Pro XL ફોન 1,24,999 રૂપિયામાં લોન્ચ થયો હતો, પરંતુ હવે સેલમાં 40,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી તે માત્ર 84,999 રૂપિયામાં મળશે. Pixel 9 Pro XLમાં 6.8 ઇંચની LTPO AMOLED ડિસ્પ્લે છે. તેમાં નવો Google Tensor G4 પ્રોસેસર અને Titan M2 સિક્યુરિટી ચિપ આપવામાં આવી છે.

કેમેરા સેટઅપમાં 50MP પ્રાઈમરી લેન્સ, 48MP અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 48MP ટેલિફોટો લેન્સ છે. આગળ 10.5MPનો ફ્રન્ટ કેમેરો છે. આ ફોનમાં એડવાન્સ્ડ AI ફીચર્સ જેવા કે Video Boost, Magic Eraser Pro અને સુપર રેસ વીડિયો ઉપલબ્ધ છે. ગૂગલ આ ફોન્સ સાથે 7 વર્ષ સુધીના અપડેટ્સ આપે છે.

વધુ વાંચો : ભારત, અમેરિકા, ચીન કે જાપાન? કયા દેશમાં મળે છે સૌથી સસ્તો iPhone 17

જો તમે પણ ફોન ખરદીવા ઈચ્છો છો તો આ તમારા માટે સોના જેવી તક સાબિત થશે, કારણ કે આ સેલમાં ફોન પર સૌથી વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Google Pixel 9 Pro XL Google Pixel 8 Pro Flipkart Big Billion Days
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ