બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:26 PM, 10 April 2025
જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો તો અત્યારે ઉત્તમ સમય છે કારણ કે આજે ભારતીય અર્થતંત્ર માટે મહત્વની ઘર્ષણા જોવા મળી છે, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરીને તેને 6.0% પર લાવવામાં આવ્યો છે. રેપો રેટ એ રેટ છે જેના પર RBI બેંકોને ટૂંકાગાળાની લોન આપે છે. આ ઘટાડાના થોડા કલાકોમાં જ ચાર જાહેર ક્ષેત્રની બેંકો પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ ઈન્ડિયા, ઇન્ડિયન બેંક અને યુકો બેંકએ લોન પર વ્યાજદરમાં 0.25% સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT

આ નિર્ણયના કારણે હાલના તેમજ નવા લોન લેનાર ગ્રાહકોને ફાયદો થશે, કેમ કે હવે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન જેવી લોનના વ્યાજ દરો ઓછા થશે. પરિણામે EMI ઘટશે અને માસિક બચતમાં વધારો થશે. ખાસ કરીને નાના ઉદ્યોગપતિઓ અને નાનાં વેપારીઓ માટે આ નિર્ણય લાભદાયી સાબિત થઈ શકે છે, કારણ કે તેમને હવે વધુ સસ્તી લોન મળવાની શક્યતા રહેશે, જે રોકાણ અને રોજગારની તકોમાં વૃદ્ધિ લાવશે.
ADVERTISEMENT

વિગતવાર, ઇન્ડિયન બેંકે જણાવ્યું છે કે તેનો રેપો-લિંક્ડ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (RBLR) 11 એપ્રિલથી 35 બેસિસ પોઈન્ટ ઘટાડી 8.70% કરવામાં આવશે. પંજાબ નેશનલ બેંકે ગુરુવારથી RBLR 9.10%માંથી ઘટાડી 8.85% કર્યો છે. બેંક ઓફ ઈન્ડિયાએ પણ પોતાના લોન દર 9.10%માંથી ઘટાડી 8.85% કર્યો છે અને યુકો બેંકે RBLR ઘટાડીને 8.80% કર્યો છે, જે પણ ગુરુવારથી લાગુ પડશે.
ADVERTISEMENT
આ પગલાંથી સ્પષ્ટ થાય છે કે RBIના રેપો રેટ ઘટાડાના પગલે બેંકો તરત જ ગ્રાહકો માટે લોનને વધુ સસ્તી બનાવી રહી છે. ભવિષ્યમાં અન્ય બેંકો પણ આવો નિર્ણય લઈ શકે છે એવી શક્યતા છે. આજના સમયમાં જ્યાં વ્યાજદર લોકોના નાણાકીય જીવન પર સીધી અસર કરે છે, ત્યાં આ પ્રકારના પગલાં સામાન્ય જનતા માટે રાહતરૂપ કહી શક્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.