ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / જુઓ વેલેન્ટાઇન વીકનો પહેલો જ દિવસ કેમ રોઝ ડે તરીકે ઉજવાય છે? જાણો રોચક ઇતિહાસ

Valentine Week / જુઓ વેલેન્ટાઇન વીકનો પહેલો જ દિવસ કેમ રોઝ ડે તરીકે ઉજવાય છે? જાણો રોચક ઇતિહાસ

Published By: Vidhata Gothi

Last Updated: 02:12 PM, 7 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Valentine Week Rose Day: વેલેન્ટાઇન વીકની શરૂઆત આજે રોઝ ડે સાથે થઈ ગઈ છે. આ દિવસે લોકો ગુલાબ આપીને ઓછા શબ્દોમાં પોતાના પ્રેમ અને ભાવનાઓ વ્યક્ત કરે છે.

ADVERTISEMENT

Valentine Day 2026 History: આજે એટલે કે 7 ફેબ્રુઆરીથી પ્રેમ વ્યક્ત કરવાનું અઠવાડિયુ વેલેન્ટાઇન વીકની શરૂઆત થઈ ગઈ છે. આજે, વેલેન્ટાઇન વીકનો પહેલો દિવસ - રોઝ ડે છે. આ દિવસે લોકો તેમના જીવનસાથી, ક્રશ અથવા ખાસ મિત્રને ગુલાબ આપીને પોતાનો પ્રેમ, સન્માન અને લાગણીઓ વ્યક્ત કરે છે.

કેમ ખાસ છે રોઝ ડે?

રોઝ ડેથી વેલેન્ટાઇન વીકની શરૂઆત થાય છે. આ દિવસે લોકો તેમના પ્રેમીઓને ગુલાબ આપે છે. ગુલાબને લાગણીઓની ભાષા માનવામાં આવે છે. વિવિધ રંગો વિવિધ લાગણીઓ વ્યક્ત કરે છે. આ દિવસે ગુલાબ આપીને ઘણા શબ્દો વિના પણ દિલની વાત કહી શકાય છે.

  • લાલ ગુલાબ - ઊંડા પ્રેમ અને રોમાંસનું પ્રતીક
  • ગુલાબી ગુલાબ - પ્રશંસા અને સૌમ્યતાનું પ્રતીક
  • પીળું ગુલાબ - મિત્રતા અને ખુશીનું પ્રતીક
  • સફેદ ગુલાબ - શાંતિ અને સાચા સંબંધોનું પ્રતીક
vtv app promotion

રોઝ ડે 7 ફેબ્રુઆરીએ કેમ ઉજવવામાં આવે છે?

રોઝ ડે એટલા માટે ખાસ માનવામાં આવે છે કે તે વેલેન્ટાઇન વીકની શરૂઆત કરે છે. આ દિવસે ગુલાબ દ્વારા શબ્દો વિના લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. સાહિત્યમાં પણ ગુલાબ પ્રેમનું પ્રતીક રહ્યું છે. શેક્સપિયરના નાટક 'રોમિયો અને જુલિયેટ' માં, જુલિયટ ગુલાબનું ઉદાહરણ આપીને એવું સમજાવે છે કે નામ કે ઓળખ બદલવાથી પ્રેમની મીઠાશ ઓછી થતી નથી.

આ પણ વાંચો: ફ્રોડ કોલ અને SMSની હવે ખેર નહીં,સરકાર લાવી એક નવું ફિચર

ઇતિહાસ પ્રમાણે, વિક્ટોરિયન યુગ દરમિયાન લોકો પોતાના સ્નેહને વ્યક્ત કરવા માટે ગુલાબ આપતા હતા. ત્યારથી, ગુલાબ પ્રેમની ભાષા બની ગયું અને 7 ફેબ્રુઆરીને રોઝ ડે તરીકે ઉજવવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Valentine's Day Valentine Week Rose Day Lifestyle

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ