બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / બ્રેકઅપ બાદ કદી પણ ન કરતાં આ ભૂલ, રિલેશનશીપ કોચે ચેતવણી આપી, નહીંતર સંભાળવું અઘરુ થશે
Last Updated: 09:38 AM, 11 August 2025
બ્રેકઅપ કોઈ માટે પણ સરળ નથી. તે એક હૃદયદ્રાવક અનુભવ છે. જેમાં લાગણીઓ તૂટી જાય છે અને જીવન અચાનક ખાલી લાગે છે. આવા સમયે ઘણા લોકો એવી ભૂલો કરે છે જે તેમને વધુ મુશ્કેલીમાં મૂકે છે. રિલેશનશિપ કોચ અને લેખકે તાજેતરમાં એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે બ્રેકઅપ પછી કઈ બાબતો ટાળવી જોઈએ. ચાલો જાણીએ તેના વિશે.
ADVERTISEMENT
બ્રેકઅપ પછી આ ભૂલ ન કરો
તમારા ભૂતપૂર્વ પાર્ટનર સાથે વાત કરવાનું બંધ અને તેના વિશે વાત કહેવાનું બંધ કરો.
ADVERTISEMENT
બ્રેકઅપ પછી ફરીથી તમારા ભૂતપૂર્વ સાથે વાત કરવાથી ઘાવ તાજો થાય છે. આવું કરવાનું ટાળો અને આગળ વધવાનો પ્રયાસ કરો.

ADVERTISEMENT
જૂની યાદોમાં ન ફસાઓ
ફોટા, ચેટ, ભેટ, આ બધી વસ્તુઓ ફક્ત જૂના ઘાને જ તાજો જ કરશે. તેને જોવા કે રાકહી મૂકવા યોગ્ય નથી.
ADVERTISEMENT
ઉતાવળ ન કરો
દુ:ખથી દૂર ભાગવાને બદલે તેને અનુભવવું અને ધીમે ધીમે તેમાંથી બહાર આવવું મહત્વપૂર્ણ છે. ઝડપથી સ્વસ્થ થવાનો પ્રયાસ કરવામાં તમે વધુ વિખેરાઈ શકો છો.
ADVERTISEMENT
તમારા એક્સ અથવા તેના પરિવાર સાથે મિત્રતા ન કરો
સંબંધ સમાપ્ત થયા પછી જૂના સંબંધો જાળવી રાખવાથી હૃદય અને મન વધુ કનફયુઝ થઈ શકે છે. આવી સ્થિતિમાં અંતર રાખવું વધુ સારું છે.
ADVERTISEMENT
આવેગજન્ય નિર્ણયો અને બદલાની ભાવના ટાળો
ઘણા લોકો બ્રેકઅપ પછી ગુસ્સામાં દારૂ, ધૂમ્રપાન અથવા કેઝ્યુઅલ સંબંધો તરફ દોડે છે પરંતુ આ બધા ફક્ત નુકસાન પહોંચાડે છે જેથી આવું કરવાનું ટાળો.
આ પણ વાંચો: સૂતા હોય અને સવારે 3 થી 5માં ઊઘડી જાય છે આંખો? શરીર આપે છે ખાસ સંકેત
સોશિયલ મીડિયા પર તમારા એક્સનો પીછો ન કરો
તેમના નવા જીવનને વારંવાર જોવાથી તમે અંદરથી નબળા પડી જશો. આ સમયે સોશિયલ મીડિયાથી અંતર રાખવું ખૂબ જ જરૂરી છે.
પોતાને નફરત ન કરો
પોતાને દોષ આપવાથી કે 'જો હું સારો હોત તો તે પાછો આવ્યો હોત' એવું વિચારવાથી તમને વધુ દુઃખ થશે. આ વિચાર ટાળવો જોઈએ.
ફક્ત પોતાના માટે જ ફેરફાર કરો
આ બધા સિવાય તમારા જીવનમાં કોઈપણ ફેરફાર ફક્ત પોતાના માટે જ કરો. સરળ શબ્દોમાં કહીએ તો પૈસા, શરીર કે જીવનશૈલીમાં સુધારો ફક્ત પોતાના માટે કરો, બીજા કોઈને દેખાડો કરવા માટે નહીં.
રિલેશનશિપએક્સપર્ટ કહે છે કે બ્રેકઅપ પછી પોતાને સંભાળવું સરળ નથી, પરંતુ યોગ્ય વિચાર અને યોગ્ય નિર્ણયો તમને મદદ કરી શકે છે. યાદ રાખો દરેક અંત પછી એક નવી શરૂઆત હોય છે. આવી સ્થિતિમાં તમારી જાતને પ્રેમ કરો અને સકારાત્મક બાબતો સાથે આગળ વધો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.