બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગળ્યું ખાવાના પણ અનેક ફાયદા, એક્સપર્ટે જણાવ્યો સાચો સમય, નહીં રહે ડાયાબિટીસનો ખતરો

લાઈફસ્ટાઈલ / ગળ્યું ખાવાના પણ અનેક ફાયદા, એક્સપર્ટે જણાવ્યો સાચો સમય, નહીં રહે ડાયાબિટીસનો ખતરો

Last Updated: 02:19 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવું માનવામાં આવે છે કે વધુ ખાંડ ખાવી કે વધારે પડતી મીઠાઈ ખાવી સ્વાસ્થ્ય માટે સારું નથી. ખાંડના વધુ પડતા સેવનથી સ્થૂળતા વધી શકે છે, જેના કારણે ઘણી બીમારીઓનું જોખમ રહે છે. જો કે નિષ્ણાતો અનુસાર, જો દિવસના આ સમયે માર્યાદિત માત્રામાં ખાંડ કે કોઈ મીઠી વાનગી ખાઓ છો તો તેનાથી શરીરને નુકસાન નથી થતું.

એક સમય હતો જ્યારે લોકો ઘણી મીઠાઈઓ ખાતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી લોકો મીઠાઈ ખાવાનું ટાળવા લાગ્યા છે. ડાયાબિટીસના વધતા જતા કેસોને કારણે આવું થઈ રહ્યું છે, જોકે મીઠાઈ ખાવાનો ડાયાબિટીસ સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ વધુ પડતી મીઠાઈઓ ખાવાથી મેદસ્વીતા વધે છે, જે ડાયાબિટીસનું થવાનું એક કારણ છે. પરંતુ જો તમને મીઠાઈ ખાવાનું મન થાય અને એવું પણ ઈચ્છો છો કે તેનાથી શરીરને કોઈ નુકસાન ન થાય, તો દિવસમાં એક સમય એવો છે કે જ્યારે તમે તેને ખાઈ શકો છો.

sugar-2

ડોકટરોના મતે ખાંડ દરેક વ્યક્તિને નુકસાન કરતી નથી. ખાંડ ત્યારે નુકસાન કરે છે જ્યારે તમે તેને વધુ માત્રામાં ખાવા લાગો છો અને કોઈ પ્રકારની કસરત નથી કરતા. વધુ પડતી ખાંડ ખાવાથી શરીરમાં કેલરી વધે છે, પરંતુ તે પ્રમાણે કેલરી બર્ન થતી નથી. વધુ પડતી કેલરીના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે, જેના કારણે શરીરનો BMI વધવા લાગે છે અને સ્થૂળતા આવી જાય છે. સતત વધતી સ્થૂળતા અનેક બીમારીનું કારણ બને છે.

ક્યારે ન ખાવી જોઈએ મીઠાઈ

નિષ્ણાતોના મતે લોકો સવારે ચા, ફળ, પેસ્ટ્રી અને બ્રેડ ખાય છે, પરંતુ તે સવારે ન ખાવું જોઈએ. કારણ કે આ ખાવાથી શરીરમાં શુગર લેવલ વધી શકે છે. જ્યારે શરીર આખી રાતના ઉપવાસ પછી જાગે છે, ત્યારે તે કાર્બોહાઇડ્રેટ્સ પ્રત્યે વધુ સંવેદનશીલ થઈ જાય છે. મીઠાઈઓ કાર્બોહાઈડ્રેટ્સને વધુ વધારે છે, તેથી સવારે મીઠાઈ ન ખાવી જોઈએ. આમ કરવાથી શરીરમાં કાર્બોહાઇડ્રેટનું સ્તર વધી શકે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું.

sugar-3

સવારે વધુ પડતી ખાંડનું સેવન બ્લડ સુગરના લેવલને અસંતુલિત કરી શકે છે, જેના કારણે થાક અને નબળાઈ આવી શકે છે. ઘણીવાર વધુ ખાંડનું સેવન કરવાથી શરીરને સોજો પણ આવી જાય છે, જેને કારણે હૃદય રોગ અને ડાયાબિટીસ થઈ શકે છે. એવામાં સવારે કોઈ પણ સ્વરૂપમાં મીઠાઈ ખાવાનું ટાળવું જોઈએ.

વધુ વાંચો: તમે બાળકોને વધુ ચા પીવડાવતા હોય તો ચેતજો, નાની ઉંમરમાં જ અનેક બીમારીનું જોખમ

ક્યારે ખાવી જોઈએ મીઠાઈ

બપોરના ભોજનમાં મીઠાઈ ખાઈ શકાય છે. મીઠાઈ ખાવા માટે આ શ્રેષ્ઠ સમય છે. બપોરના સમયે શરીરનું મેટાબોલિઝમ વધુ સક્રિય હોય છે, જેના કારણે સુગર સારી રીતે શોષાય જાય છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ સાંજે વર્કઆઉટ કરતી હોય, તો બપોરના ભોજનમાં મીઠાઈનું સેવન કરી શકે છે. આનાથી મસલ્સની રીકવરીમાં મદદ મળે છે. જો કે, મીઠાઈ હંમેશા મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Diabetes Sugar Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ