બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમે બાળકોને વધુ ચા પીવડાવતા હોય તો ચેતજો, નાની ઉંમરમાં જ અનેક બીમારીનું જોખમ

સાવધાન / તમે બાળકોને વધુ ચા પીવડાવતા હોય તો ચેતજો, નાની ઉંમરમાં જ અનેક બીમારીનું જોખમ

Last Updated: 12:46 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારૂ બાળક પણ ચા પીવાની જીદ કરે છે અને તમે તેની આ જીદ પૂરી કરી રહ્યા છો તો એ વાત જાણી લો કે તમે પોતાના બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત કરી રહ્યા છો.

ભારતમાં મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ચા પીને કરે છે. ઘણા લોકોને બેડ ટી પણ જોઈતી હોય છે. એવામાં ઘણી માતાઓ પોતાના બાળકોને ચા અને બિસ્કિટ ખવડાવે છે. પરંતુ તે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

boy-child tea

હકીકતે ચા કે કોફીમાં વધારે પ્રમાણમાં કેફીન અને શુગર મળી આવે છે. કેફીન અને શુગર આ બન્ને વસ્તુઓ ખરાબ અસર કરે છે. તેની અસર શરીરના સ્વાસ્થ્ય પર પડે છે. કેફીન અને શુગર બન્ને બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેની અસર શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે સાથે જ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર થાય છે.

tea 2

12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ન આપવી જોઈએ ચા 
ડોક્ટર્સનું માનવું છે કે કેફિન વાળી ગળી વસ્તુઓનું સેવન કરવાથી બાળકોના દાંત સડવાની સમસ્યા રહે છે. એટલે કે કેવિટી થઈ શકે છે. ફક્ત આટલું જ નહીં. તેનું વધારે સેવન કરવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યા થઈ શકે છે. અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ અનુસાર 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કેફીન વાળી વસ્તુઓનું સેવન ન કરાવવામાં આવે. તેમને ચા કે કોફી ન આપવામાં આવે.

વધુ વાંચોઃ શરીરમાં કેમ ઘટી જાય છે વિટામિન Dનું લેવલ? જાણો તેના લક્ષણો અને ઉપાયો

કેફીનની બાળકો પર પડે છે અસર
જ્યારે 12-18 એજગ્રુપના લોકોને દરરોજ 100 મિલીગ્રામથી વધારે કેફીન ન આપવું જોઈએ. જો તમે બાળકોને વધારે પ્રમાણમાં ચા કે કોફી આપવાનું ચાલુ રાખો છો તો તેમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેમના હાડકા કમજોર થઈ શકે છે. ઉંઘમાં ઘટાડો થઈ શકે છે. ચિડચિડાપણુ, ડાયાબિટીસ, ડિહાઈડ્રેશન અને કેવિટીની પ્રોબ્લેમ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health News ચા Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ