બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 01:18 PM, 7 February 2021
ADVERTISEMENT
દેશની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસી ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઘણી પોલિસી લાવતી રહે છે. આ કંપનીની પોલિસીમાં રોકાણ કરવા પર ગ્રાહકોને ઘણાં ફાયદાઓ પણ મળે છે. આજના સમયમાં, માતાપિતાના નાણાકીય આયોજનના કેન્દ્રમાં તેમના બાળકો પણ સામેલ હોય છે. ઘણાં પેરેન્ટ્સ બાળકોના શિક્ષણ, લગ્ન અને અન્ય ખર્ચ માટે ક્યાંક રોકાણ પણ કરે છે. ભારતીય જીવન વીમા નિગમની પણ આવી જ એક યોજના છે, જે બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અમે LICની નવી ચિલ્ડ્રન્સ મની બેક યોજના વિશે વાત કરી રહ્યા છીએ.જો તમે LICની આ પોલિસી લો છો તો તમે રોજના 206 રૂપિયાની બચત કરીને બાળક માટે 27 લાખ રૂપિયા જમા કરી શકો છો.
આ રીતે મળશે 27 લાખ રૂપિયા
ADVERTISEMENT
જો તમારા બાળકની ઉંમર 5 વર્ષ છે અને તમે તેના માટે આ પ્લાન લો છો તો, તમને 20 વર્ષ પછી એટલે કે તમારું બાળક જ્યારે 25 વર્ષનું થશે ત્યારે આ પોલિસી મેચ્યોર થશે. જો તમે સમ એશ્યોર્ડ 14 લાખ રૂપિયાની પોલિસી લો છો તો મેચ્યોરિટી પર તમને લગભગ 26,74,000 મળશે.
પોલિસી અંગેની ખાસ બાબતો
મેચ્યોરિટી બેનેફિટ
પોલિસી મેચ્યોરિટી સમયે વીમાધારકની પોલિસીની સમય મર્યાદા દરમિયાન મૃત્યુ ન પામે તો પોલિસીધારકને સમ એશ્યોર્ડમાંથી 40 ટકા બોનસની સાથે મળશે.
ડેથ બેનિફિટ
પોલિસીની મુદ્દત દરમિયાન પોલિસીધારકના મૃત્યુની સ્થિતિમાં વીમાની રકમ ઉપરાંત રીવર્ઝનરી બોનસ અને છેલ્લું બોનસ આપવામાં આવે છે. ડેથ બેનિફિટ કુલ પ્રીમિયમ પેમેન્ટ 105 ટકાથી ઓછું નહીં હોય.
આ પોલિસી અંગેની વધુ માહિતી માટેતમે www.licindia.in પર પણ જઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.