બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
દેશની ટોચની ઈન્સ્યોરન્સ કંપની LICનો અંદાજિત રૂપિયા 85 હજાર કરોડનો IPO માર્ચમાં યોજાવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર જાન્યુઆરીના અંત સુધીમાં SEBI સમક્ષ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કરશે. LICના IPOનું વેલ્યુએશન રૂપિયા 15 લાખ કરોડ આંકવામાં આવ્યો છે.
જો કે, હજી તેના વેલ્યુએશન પર અંતિમ રિપોર્ટ બહાર પાડવાનો બાકી છે. અંદાજિત વેલ્યુના આધારે LIC લિસ્ટિંગ બાદ રિલાયન્સ બાદ ટોચની બીજા નંબરની કંપની બની શકે છે.
ADVERTISEMENT
LICના સુત્રોએ જણાવ્યા પ્રમાણે, કંપનીની એમ્બેડેડ વેલ્યૂ રૂપિયા 19 લાખ કરોડ અને લિસ્ટિંગ બાદ માર્કેટ વેલ્યૂ આ રકમ કરતાં ચારગણી વધી શકે છે. LICનો IPO ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં રૂ. 1.75 લાખ કરોડના ડિસઈન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકનો મહત્વનો ભાગ બનશે. સરકાર અત્યાર સુધીમાં ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા રૂપિયા 9 હજાર 330 કરોડ એકત્ર કરી ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.