બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:20 AM, 4 August 2026
પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના એક મહત્વના કમાન્ડર રિઝવાન હનીફે દાવો કર્યો છે કે છેલ્લા અમુક મહિનામાં પાકિસ્તાન અને ગુલામ કાશ્મીરમાં અજ્ઞાત બંદૂકધારીઓએ લશ્કરના લગભગ 30 કમાન્ડરોને મારી નાખ્યા છે. આ વાત તેને કોઈ ગુપ્ત બેઠકમાં નહીં પરંતુ જાહેર રેલીમાં કરી હતી. જેમાં તેને કહ્યું કે એક મોટા કમાન્ડરને ભારતીય ગુપ્તચર એજન્સીઓએ મુઝફ્ફરાબાદમાં પોતાના એજન્ટો મારફતે માર્યો છે, પરંતુ અત્યાર સુધી ન તો તેઓ અને ન તો પાકિસ્તાની એજન્સીઓ આ હુમલાખોરોની ઓળખ કરી શક્યા છે.
ADVERTISEMENT
વર્ષ 2005 માં યુનાઈટેડ નેશન દ્વારા અલ-કાયદા અને તાલિબાન સાથેના સંબંધોને કારણે પ્રતિબંધિત કરાયેલા લશ્કર-એ-તૈયબા સાથે જોડાએલા કોઈ આતંકીએ આ પ્રકારની હત્યાઓનો જાહેરમાં દાવો કર્યો હોય તે પહેલી વાર છે.
पाकिस्तान में लश्कर के टॉप कमांडर रिज़वान हनीफ़ का चौंकाने वाला कबूलनामा!
— श्रवण बिश्नोई (किसान/ Hindus) (@SKBishnoi29Rule) August 3, 2026
हाल ही में सामने आए एक वीडियो में, उसने आरोप लगाया है कि भारतीय एजेंसियां पाकिस्तान के अंदर आतंकवादियों को खत्म करने के लिए "अनजान गनमैन मॉडल" Unknown men का इस्तेमाल कर रही हैं।
उस के मुताबिक:
• पिछले… pic.twitter.com/xMDugTritS
ADVERTISEMENT
હનીફે પોતાના વીડિયોમાં હિન્દુ સમુદાય માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને કહ્યું કે અમે હનુમાન, શ્રી રામ કે ગાયની પૂજા કરનારા નથી. હિન્દુ ઈચ્છે છે કે અહીં ગાયની પૂજા થાય, યહૂદી ઈચ્છે છે કે વાછરડાની પૂજા થાય પરંતુ અમે આવું થવા નહીં દઈએ. અમે ઇસ્લામનો ઝંડો દરેક જગ્યાએ લહેરાવીશું અને તેમને ભગાડીશું.
ADVERTISEMENT
વીડિયોમાં તેને વધુમાં કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં લશ્કર-એ-તૈયબાના અનેક સભ્યો પાકિસ્તાન અને ગુલામ જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં માર્યા ગયા છે. પેશાવર, કરાચી, રાવલપિંડી, રાવલાકોટ અને મુઝફ્ફરાબાદમાં 30થી વધુ આતંકીઓને અજ્ઞાત હુમલાખોરોએ મારી નાખ્યા છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ વીડિયાની સત્યતા ચકાસીને પુષ્ટિ કરી છે. તેમના મતે વીડિયોમાં દેખાતી વ્યક્તિ લશ્કર-એ-તૈયબાનો વરિષ્ઠ આતંકી છે અને ભારતમાં વોન્ટેડ છે.
ADVERTISEMENT
આ અંગે એક સીનીયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હનીફનું નિવેદન સાબિત કરે છે કે પાકિસ્તાન અને ગુલામ જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા હજુ પણ એક્ટીવ છે. પાકિસ્તાનનો દાવો છે કે તેને આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે અને મુખ્ય કમાન્ડરોને જેલમાં નાખ્યા છે તે ખોટો સાબિત થાય છે. આ દર્શાવે છે કે લશ્કર-એ-તૈયબા અને પાકિસ્તાનની સરકાર એક જ છે અને લશ્કર-એ-તૈયબાને પાકિસ્તાનની અનધિકૃત સેના પણ કહી શકાય. હનીફે પાકિસ્તાનની પોલ ખોલી છે અને આતંકી સંગઠનોમાં કમાન્ડરોની હત્યા બાદ ડરનો માહોલ સર્જાયો છે તે આ વાત પરથી સ્પષ્ટ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટું અપડેટ |
ADVERTISEMENT