બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / ગુજરાત / અમદાવાદ / Kutch Police's 'Operation Dooshan', drugs worth 2.10 crore seized from Punjab to Gujarat, 5 accused seized

ધરપકડ / કચ્છ પોલીસનું 'ઓપરેશન દૂષણ', પંજાબથી ગુજરાત આવેલ 2.10 કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે, 5 આરોપી જાપ્તામાં

Vishal Khamar

Last Updated: 10:11 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભુજ નજીક માધાપર હાઇવે પર ગઈકાલ સાંજે પશ્ચિમ કચ્છ પોલીસે પંજાબીથી ડ્રગ્સનો જથ્થો લઈને આવેલ પાંચ પંજાબીઓને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પકડાયેલો 420 ગ્રામ માદક પદાર્થનો જથ્થો સ્થળ ચકાસણી બાદ હેરોઇનનો હોવાનુ ખુલ્યો હતો.

  • માધાપર હાઈવે પર ડ્રગ્સ માફીયાઓ ઝડપાયા
  • પોલીસે પાંચ પંજાબીઓની ડ્રગ્સ સાથે કરી ધરપકડ
  • પોલીસે 420 કિલો હેરોઈન  ડ્રગ્સ ઝડપ્યું જેની બજાર કિંમત આશરે રૂા. 2.10 કરોડ

 ભુજના માધાપર નજીક આવેલ નળ સર્કલ પાસે બુધવારની સાંજે પોલીસ ને બાતમી મળી હતી કે પંજાબના પ શખ્સો ડ્રગ્સના વેચાણ અર્થે આવી રહ્યા છે ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ ક્રાઇમ બ્રાન્ચના જવાનો સિવિલ ડ્રેસમાં પેટ્રોલીંગ શરૂ કરી હતી. જે દરમિયાન સંદિગ્ધ કાર નીકળતા તેને અટકાવી હતી પરંતુ તે ઉભી ના રહેતા કાર અને તેના ટાયર ઉપર પાંચ રાઉન્ડ ફાયર કરીને કાર અટકાવી પાંચ પંજાબીને પકડી પાડયા હતા. સમગ્ર કાર્યવાહીમાં ર૫ થી વધુ પોલીસ કર્મચારીઓએ આ કામગીરી સફળ પાર પાડી હતી.

ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીઓ

પંજાબથી વેચાણ અર્થે કચ્છ આવેલા 420 ગ્રામ હેરોઈનનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો

ઝડપાયેલા આરોપીઓ પાસેથી ૪૨૦ ગ્રામ હેરોઇન ડ્રગ્સનો જથ્થો જેની બજાર કિંમત અંદાજીત રૂ. 2.10 કરોડ આંકવામાં આવી છે. વ્યવસાયિક વેંચાણ અર્થે પંજાબથી કચ્છ આવેલા આરોપીઓની બ્રેઝા કારના ચાલક સામેના ડેસ્કબોર્ડમાં છુપાવેલા હેરોઇનના જથ્થાને પોલીસે સઘન પૂછપરછ બાદ શોધી કાઢ્યો હતો. દિલધડક રીતે પાર પડયેલા મિશનમાં એસઓજી અને એલસીબી સ્ટાફના કર્મીઓએ વિવિધ અંતરે સિવિલ ડ્રેસમાં ગોઠવાઈ જઇ મોટી સફળતાં મેળવી હતી.
પકડાયેલ આરોપીઓમાંથી એક-બે આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
આ વિશે પશ્ચિમ કચ્છ ઇન્ચાર્જ એસપી ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ભુજ નજીકના માધાપર ગામનાં નળ સર્કલ પાસે આંતર રાજ્યની કારમાં ડ્રગ સપ્લાય થવાની ચોક્કસ બાતમીના આધારે એસઑજી અને એલસીબીની ટીમ વોચમા ગોઠવાઈ હતી. પકડાયેલા તમામ આરોપીઓ પંજાબના ડ્રગની હેરાફેરી માટે કુખ્યાત તરન તારન વિસ્તારમાં રહેવાસી છે. આરોપી હરપ્રિતસિંઘ જાટે નાસતો-ફરતો આરોપી કુલદીપસિંઘ જી. તરનતારન, પંજાબ પાસેથી ઉપરોક્ત નાર્કોટિકસ હેરોઇનનો જથ્થો ખરીદેલ હતો. ઝડપાયેલા આરોપી પૈકી એક થી બે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.પશ્ચિમ કચ્છ પોલીસને મળેલી બાતમીના આધારે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે.પંજાબ થી કચ્છ ડ્રગ્સ વેચાણ અર્થે આવેલા આરોપીઓનું કચ્છ કનેક્શન સહીત વિગતો જાણવા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

 ડો.કરણરાજ વાઘેલા  ( એસ.પી. પશ્ચિમ કચ્છ )

પકડાયેલા આરોપીના નામ 

(૧) રનજીતસિંઘ જગીરસિંઘ જાટ-શિખ, ઉવ. ૩૦, રહે. મરગીન્દપુરા, તા. પટ્ટી, જી. તરનતારન, પંજાબ 
(૨) હરપ્રિતસિંઘ જસવિંદરસિંઘ જાટ-શિખ, ઉવ. ૨૭, રહે. ગામ. ગરયાલા, તા. પટ્ટી, જી. તરનતારન, પંજાબ 
(૩) સરતાજસિંઘ રસપાલસિંઘ જાટ-શિખ, ઉવ. ૪૨, રહે. મરગીન્દપુરા, તા. પટ્ટી, જી. તરનતારન, પંજાબ 
(૪) દલેરસિંઘ જોગીન્દરસિંઘ જાટ-શિખ, ઉવ.૪૭, રહે. મરગીન્દપુરા, તા. પટ્ટી, જી. તરનતારન, પંજાબ 
(૫)ગુરબેજસિંગ સલવિન્દરસિંગ જાટ-શિખ, ઉવ.૩૪, રહે. મરગીન્દપુરા, તા. પટ્ટી, જી. તરનતારન, પંજાબ

પકડાયેલ મુદામાલની વિગત-

(૧) માદક પદાર્થ હેરોઇન વજન ૪૨૦ ગ્રામ કિ.રૂ. ૨,૧૦૦,૦૦,૦૦/-

(બે કરોડ દસ લાખ)

(૨) મોબાઇલ નંગ ૬, કિ.રૂ.૨૭,૦૦૦/-

(૩) રોકડા રૂ. ૨૨૦૦/-

(૪) બ્રેઝા કાર રજી.નં. DL 8CAX 3263, કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- કુલ કિં.રૂ. ૨,૧૫,૨૯,૨૦૦/-

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ