બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kshatriya community protests across the state over Parshotam Rupala statement

લોકસભા ચૂંટણી 2024 / રૂપાલા વિવાદ વચ્ચે ગુજરાતના આ સમાજે ક્ષત્રિયોને જાહેર કર્યો ટેકો, કહ્યું માથા વઢાવ્યા છે

Vishal Khamar

Last Updated: 07:14 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરષોતમ રુપાલાનાં નિવેદનને લઈ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ તેમજ જેતપુરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો.

રોટી-બેટીને લઈ નિવેદન બાદ રૂપાલા સામે રાજકોટમાં મહિલાઓએ વિરોધ કર્યો હતો. ક્ષત્રિય સમાજનાં મહિલા અગ્રણી નયનાબા જાડેજાએ રોષ વ્યક્ત કર્યો હતો. રુપાલા બાયકોટનાં શહેરમાં અમુક જગ્યાએ પોસ્ટર લગાવ્યા હતા. ક્ષત્રિય સમાજનાં અગ્રમી નયનાબા જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં રુપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે રોષને પોસ્ટર મારફતે વ્યક્ત કર્યો હતો. પોસ્ટર જોઈને અન્ય સમાજનાં લોકોને પણ ખ્યાલ પડે છે. ક્ષત્રિય સમાજ પોતાની અસ્મિતિ લડી રહ્યું હોવાની થવી જોઈએ જાણ. અન્ય સમાજનાં લોકોને પણ સમર્થન આપવા મારી અપીલ છે.

ટિકિટ પરત ખેંચવાની માંગ
સુરેન્દ્રનગરનાં ચોટીલામાં પરષોતમ રૂપાલાનાં વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા બાઈક રેલી યોજી હતી. ક્ષત્રિય સમાજ દ્વારા બાઈક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગ કરી હતી. ચોટીલાનાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ યુવાનો હાજર રહ્યા હતા.

ટિપ્પણીના વિરોધમાં મામલતદારને આવેદન આપવામાં આવ્યું
જેતપુરમાં જામકંડોરણામાં તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા પરશોતમ રૂપાલાનો વિરોધ કર્યો હતો. પરશોતમ રૂપાલાની ટીકીટ કાપવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગ છે. તેમજ ટિપ્પણીનાં વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રાજપૂત સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પરષોતમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી. તેમજ રૂપાલા સામે આચાર સંહિતા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. 

વધુ વાંચોઃ ભાજપમાં તમામ વ્યવસ્થા છે' ગોરધન ઝડફિયાએ કાર્યકર્તાઓની નારાજગીને લઈ કરી આ વાત

ભૂતકાળમાં ગૌ માતાને બચાવવા ક્ષત્રિય સમાજે માથા વઢાવી દીધાઃ રઘુ દેસાઇ 
ગુજરાત માલધારી સમાજના આગેવાનોએ ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું છે. રૂપાલાનાં નિવેદનને માલધારી મહાપંચાયતનાં પ્રમુખ રઘુ દેસાઈએ વખોડ્યું છે. આ બાબતે ર ભૂતકાળમાં ગૌ માતાને બચાવવા ક્ષત્રિય સમાજે માથા વઢાવી દીધા હતા. ક્ષત્રિય સમાજ અમારી ગૌ માતાની રક્ષા કરી છે. ગુજરાતનો માલધારી સમાજ આજે ક્ષત્રિય સમાજને સમર્થન આપે છે. પરષોતમ રૂપાલાની આ પ્રકારની માનસિકતાને હું વખોડું છું. આવા વ્યક્તિ રાજકારણમાં હોય તો સમાજ સમાજમાં ઝેર વધે છે. તેમજ પરષોતમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની રઘુ દેસાઈએ માંગ કરી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ