બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લેડી ડોક્ટર સાથે હેવાનિયત બાદ ડોક્ટરોનું દેશવ્યાપી હડતાળનું એલાન, શું છે હાઈ પ્રોફાઈલ ક્રાઈમ?
Last Updated: 06:07 PM, 11 August 2024
બંગાળમા ટ્રેઈની ડોક્ટરના રેપ અને મર્ડરના મામલાએ આગનું સ્વરુપ ધારણ કર્યું છે. ડોક્ટરો હવે પીડિતાના પક્ષમાં આવીને મોટું એલાન કર્યું છે. ઘટનાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટર્સના સંગઠન 'ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન' દ્વારા 12 ઓગસ્ટથી સમગ્ર દેશમાં હડતાળની જાહેરાત કરવામાં આવી છે. તેમણે તમામ સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનને આ હડતાળમાં જોડાવા હાકલ કરી છે. હડતાળને કારણે ઓપીડી, વૈકલ્પિક સર્જરી અને લેબમાં કામ બંધ રહેશે. RDAએ પણ પોતાના તરફથી ડોક્ટરોને હડતાળ પર જવાની નોટિસ આપી છે. આરજી કાર મેડિકલ કોલેજના જુનિયર ડોકટરો પણ પીડિતાને ન્યાયની માંગ સાથે સતત વિરોધ કરી રહ્યા છે.
ADVERTISEMENT
મેડિકલ કોલેજના અધિક્ષકને હટાવાયાં
આ ભયાનક ઘટના બાદ આરોગ્ય વિભાગે આરજી કાર મેડિકલ કોલેજના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. સંજય વશિષ્ઠને હટાવવાનો આદેશ આપ્યો છે. તેઓ ત્યાં લાંબા સમય સુધી પ્રભારી હતા. આરોપીને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો.
ADVERTISEMENT
લેડી ડોક્ટરના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું?
શુક્રવારે રાતે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના ત્રીજા માળે સેમિનાર હોલની અંદર શુક્રવારે સવારે એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે મેડિકલ કોલેજમાં જ પીજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પીડિત ડોક્ટરનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. મહિલા ડોક્ટરના શરીરના ઘણા ભાગો પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તેની આંખો અને મોં બંનેમાંથી લોહી વહી રહ્યું હતું, તેના ચહેરા પર ઇજાઓ અને નખ હતા. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી નીકળતું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણા હાથ અને નાની આંગળી અને હોઠ પર પણ ઈજાઓ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાનો મૃતદેહ અર્ધ-નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. તેના ગળાનું હાડકું પણ તૂટેલું જોવા મળ્યું હતું. એવું લાગે છે કે પીડિતા પર પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : હવે કોફી શોપમાં પણ ! પ્રખ્યાત કાફેના લેડી ટોઈલેટમાં બન્યું આઘાતનું, સેંકડો મહિલાઓ બચી
કોણ છે આરોપી
ADVERTISEMENT
એક ટોચના પોલીસ અધિકારીએ એવું કહ્યું કે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ વિદ્યાર્થીનીએ ગુરુવારે મોડી રાતે ડિનર લીધું હતું જે પછી તે મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ત્રીજા માળે સેમિનાર હોલમાં અભ્યાસ કરવા ગઈ હતી. બીજા દિવસે સવારે તે બેભાન મળી આવી હતી. તેમણે કહ્યું કે આરોપી બહારનો વ્યક્તિ છે અને તે હોસ્પિટલમાં બેરોકટોક પણ આવી શકતો હતો. આરોપીનું નામ સંજય રોય છે. કોલકાતા પોલીસે શનિવારે એક આરોપી સંજય રોયની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો. આરોપી હવે 23 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે, જ્યાં તેની આ કેસ અંગે પૂછપરછ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.