બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:31 AM, 2 September 2022
ADVERTISEMENT
તમે જોયું હશે કે ઘણા લોકોના હાથની નસો દેખાય છે. નસો દેખાવી એ આમ તો એક સામાન્ય બાબત છે. સામાન્ય રીતે, તેનાથી કોઈ પ્રકારની તકલીફ પડતી નથી. પરંતુ અમુક લોકોના હાથોમાં નસોનું દેખાવું એક સમસ્યા બની શકે છે. આ નસોમાં દુખાવો થઇ શકે છે, આ કારણે રોજીંદા કામકાજ કરવામાં પણ તકલીફ પડી શકે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે હાથમાં નસો શા માટે દેખાય છે? આવો જાણીએ.
ADVERTISEMENT

વજન ઓછું હોવું
હેલ્થ એક્સ્પર્ટસ અનુસાર, હાથોની નસો દેખાવાનું એક કારણ ઓછુ વજન પણ હોય શકે છે. જે લોકો પાતળા હોય છે, તેમના હાથો પર નસો દેખાય છે. આમ તો આ સામાન્ય બાબત છે, પણ ઘણી વાર તકલીફનાં સંકેત પણ હોય શકે છે.
ADVERTISEMENT
વ્યાયામ કરવો
જો તમે વ્યાયામ કરો છો, તો તેનાથી બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે, જેને કારણે પણ હાથોની નસો દેખાય છે. આ ઉપરાંત, જ્યારે આપને વધારે વજન ઉઠાવીએ છીએ, તો માંસપેશીઓમાં તણાવ થાય છે. આ કારણે નસો ફુલાય છે. જોકે, બ્લડ સર્ક્યુલેશન નોર્મલ થવા પર આ પણ નોર્મલ થઇ જાય છે.
ADVERTISEMENT
જેનેટિક
નસોના ફૂલવાનું કારણ જેનેટિક પણ હોય શકે છે. જો તમારા માતા-પિતા કે અન્ય પરિવારના સદસ્યની નસો ઉભરેલી જોવા મળે છે, તો સંભાવના છે કે તમારા હાથોમાં પણ નસો જોવા મળે.
વધતી ઉંમર
આ ઉપરાંત, ઉંમરની સાથે સાથે પણ હાથોની નસો ઉભરવા લાગે છે. ઉંમર વધવાની સાથે જ સ્કીન પાતળી થઇ જાય છે. આ કારણે હાથો પર નસો જોવા મળે છે. ઉંમર વધવા પર નસોમાં વાલ્વ પણ નબળા પડી જાય છે, જેથી નસોમાં બ્લડ જમા થઇ જાય છે અને નસ ઉભરેલી જોવા મળી છે.
ADVERTISEMENT
વેરીકાઝ વેન્સ
સામાન્ય રીતે વેરીકાઝ વેન્સ પગ પર વધારે જોવા મળે છે. પરંતુ ઘણી વાર આ હાથો પર પણ જોવા મળે છે. આમાં નસોમાં બ્લડ જમા થવા લાગે છે અને નસો ફુલાઈ જાય છે. આમ થવા પર હાથમાં દુખાવો થાય છે અને તેનો ઈલાજ કરાવવો જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.