બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / know Power of Rudraksh benefits money success

ધર્મ / ભગવાન શિવનું સ્વરૂપ છે આ છોડ, ઘરમાં ઉગાડવાથી થશે ચમત્કાર

Published By: Arohi

Last Updated: 04:40 PM, 3 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂદ્રાક્ષથી વ્યક્તિના જીવનમાં ખૂબ સફળતા મળવાની સાથે દરેક કામ સરળતાથી પૂર્ણ થઈ જાય છે.

  • શિવ પુરાણમાં છે તેનું ખાસ મહત્વ 
  • ભગવાન શિવને પ્રિય છે રૂદ્રાક્ષ 
  • ધારણ કરવાના ફાયદા જાણીને ચોંકી ઉઠશો

શિવ પુરાણ અનુસાર રૂદ્રાક્ષ એક મુખીથી લઈને 38 મુખી સુધીના હોય છે અને દરેકનો પ્રભાવ અલગ અલગ હોય છે. તે ખૂબ ચમત્કારી હોય છે. તેના વિશે કહેવામાં આવે છે કે જો આ કોઈને સુટ કરે તો તેનું ભાગ્ય સાવ ફેરવાઈ જાય છે. જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. રૂદ્રાક્ષથી વ્યક્તિના જીવનમાં ખૂબ સફળતા મળવાની સાથે દરેક કામ સરળતાથી પૂર્ણ થઈ જાય છે. 

ભગવાનને પ્રિય છે રૂદ્રાક્ષ 
જો કોઈને ભગવાન શિવની સાથે ગણેશજીની કૃપા પણ જોઈએ છે તો તેને ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આ ભગવાન ગણપતિનું રૂપ છે. તેને ઘારણ કરવાથી વ્યક્તિનું માનસિક સન્તુલન સારૂ થઈ જાય છે અને તે મુશ્કેલીઓમાં ગભરાયા વગર સાચો નિર્ણય લે છે. તેના જીવનમાં આવનાર દરકે મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. 

થશે અદભૂત ફાયદાઓ 
ભગવાન શિવના રૂદ્રાક્ષ આપણી દરેક પ્રકારની સમસ્યાને હરાવવાની ક્ષમતા ધરાવે છે. કહેવામાં આવે છે કે રૂદ્રાક્ષ  જેટલો નાનો હશે તેટલો જ પ્રભાવશાળી હશે. આ રૂદ્રાક્ષ સફળતા, ધન-સંપત્તિ, માન-સન્માન અપાવે છે. 

દરેક સમસ્યાનું સમાધાન 
ભગવાન શિવે માનવજાતના કલ્યાણ માટે પોતાના નેત્રોથી આંસુના રૂપમાં રૂદ્રાક્ષ ઉત્પન્ન કર્યા હતા. તેમની આંખોમાંથી પડેલા પહેલા આંસુને એક મુખી રૂદ્રાક્ષ કહેવામાં આવે છે. એક મુખી રૂદ્રાક્ષને સૌથી મહત્વપૂર્ણ અને કલ્યાણકારી રૂદ્રાક્ષ માનવામાં આવે છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર તેનો છોડ ધરની આસપાસ આંગણામાં લગાવવો ખુબ શુભ માનવામાં આવે છે. 

અલગ અલગ ફાયદાઓ 
રૂદ્રાક્ષ ઘણા પ્રકારના હોય છે. બે મુખી રૂદ્રાક્ષને શિવ શક્તિનું રૂપ માનવામાં આવે છે અને તેને ધારણ કરવા પર પતિ પત્ની, પિતા પુત્ર અને ભાગીદારોમાં સંબંધ મધુર બને છે. જન્મપત્રીમાં ચંદ્રમાં કમજોર હોવા પર બે મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિ માનસિક રૂપથી મજબૂત થઈને સાચા નિર્ણયો લે છે. ત્યાં જ ચાર મુખી નેપાળી રૂદ્રાક્ષ ધારણ કરવાથી સ્મરણ શક્તિ વધવાની સાથે વાણીમાં મિઠાસ આવે છે. બાળકોને આ રૂદ્રાક્ષ ધારણ કરાવવાથી તેમની સ્મરણ શક્તિ વધાવાની સાથે સાથે વાણીમાં મિઠાસ આવે છે. બાળકોને રૂદ્રાક્ષ ધારણ કરાવવાતી તેમની જીદ કરવાની પ્રવૃતિ દૂર થાય છે. રૂદ્રાક્ષને કોઈ યોગ્ય જ્યોતિષની દેખ રેખમાં જ ધારણ કરવો જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Money Power of Rudraksh Success રૂદ્રાક્ષ શિવ Rudraksh Power

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ