બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Know about the benefits of sleeping on the floor
Last Updated: 11:14 AM, 23 January 2024
ADVERTISEMENT
જમીન પર સૂવું હવે ભૂતકાળ બની ગયું છે. આજકાલ લોકો પોતાની પથારી સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માંગતા નથી. જ્યારે તમે થાકેલા ઘરે પહોંચો ત્યારે તમને ફક્ત પથારી જ જોઈએ છે. કેટલાક લોકો પોતાની પથારી સિવાય બીજે ક્યાંય ઊંઘી શકતા નથી. પૂરતી ઊંઘ અને એટલા આરામમાં સૂતા પછી પણ લોકો કમરના દુ:ખાવાથી પીડાય છે. મોટાભાગના લોકો પીઠના દુ:ખાવાની ફરિયાદ કરે છે. કેટલાક લોકો તેમની જરૂરિયાત મુજબ ગાદલા બનાવે છે. જેથી શરીરને કોઈ દુ:ખાવો ન થાય, પરંતુ કમરના દુ:ખાવાથી છુટકારો મેળવવાનો એક ખૂબ જ સરળ ઉપાય છે. જમીન પર સૂવું. તમને આ સાંભળીને નવાઈ લાગશે પરંતુ એ વાત સાચી છે કે જમીન પર સૂવાથી ન માત્ર કમરનો દુ:ખાવો દૂર થાય છે પરંતુ શરીરને ઘણા ફાયદા પણ થાય છે. તમને શરૂઆતમાં 1-2 દિવસ તકલીફ થઈ શકે, પરંતુ લાંબા ગાળે તે ઘણું ફાયદાકારક છે. જાણો, જમીન પર સૂવાથી થતાં ફાયદા વિશે.

ADVERTISEMENT
જમીન પર સૂવાની સાચી રીત
ADVERTISEMENT

વાંચવા જેવું: હાઈ યૂરિક એસિડનો ઘરગથ્થું ઉપચાર, દર્દ તાત્કાલિક થશે ગાયબ, પચવામાં પણ સહેલું
ADVERTISEMENT
જમીન પર સૂવાના ફાયદા
કરોડરજ્જુ સ્વસ્થ રહેશે
જમીન પર સૂવાથી કરોડરજ્જુને કડક થતી અટકાવી શકાય છે. જ્યારે તમે ગાદલાવાળા પલંગ પર સૂઈ જાઓ છો, ત્યારે કરોડરજ્જુ જકડાઈ જાય છે અને તેની સીધી અસર મગજ પર પડે છે. કરોડરજ્જુ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલ છે. જેનો મગજ સાથે સીધો સંબંધ છે.
ADVERTISEMENT
સ્નાયુઓને આરામ મળે છે
જમીન પર સૂવાથી ખભા અને નિતંબના સ્નાયુઓને આરામ મળે છે. આ સ્નાયુઓના કારણે જ કમરનો દુ:ખાવો, ખભાનો દુ:ખાવો અને ગરદનનો દુ:ખાવો જેવી સમસ્યાઓ થાય છે.
કમરના દુ:ખાવામાં રાહત
જે લોકો જમીન પર સૂઈ જાય છે. તેમને કમરના દુ:ખાવામાં રાહત મળે છે. જમીન પર સૂવાથી મુદ્રામાં સુધારો થાય છે અને પીઠનો દુ:ખાવો ઓછો થાય છે.
ADVERTISEMENT
શરીરનું તાપમાન ઘટશે
જમીન પર સૂવાથી શરીરનું તાપમાન ઘટે છે. પલંગ પર સૂવાથી શરીરની ગરમી વધે છે. જેના કારણે શરીરનું તાપમાન પણ વધવા લાગે છે. જમીન પર સૂવાથી શરીરનું તાપમાન સારું રહે છે.
રક્ત પરિભ્રમણ નિયંત્રિત રહે છે
જે લોકો નિયમિતપણે જમીન પર સૂઈ જાય છે. તેઓનું બ્લડ પ્રેશર સારું રહે છે. સ્નાયુઓને આરામ મળે છે. જેનાથી તણાવ ઓછો થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.