બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કેમ નથી ટકતાં ઘરમાં પૈસા? જાણો તિજોરી, પર્સ અને લેણદેણ સાથે જોડાયેલા 5 વાસ્તુ નિયમ

ધર્મ / કેમ નથી ટકતાં ઘરમાં પૈસા? જાણો તિજોરી, પર્સ અને લેણદેણ સાથે જોડાયેલા 5 વાસ્તુ નિયમ

Nirav Kumar

Last Updated: 12:23 AM, 25 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં ઘરની વસ્તુઓને લઇ અનેક નિયમો જણાવાયા છે જેનું યોગ્ય રીતે પાલન ન થાય તો આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

વાસ્તુશાસ્ત્રમાં આર્થિક સ્થતિ મજબુત બનાવવા  ઘણા અસરકારક સિદ્ધાંતો પણ જણાવવામાં આવ્યા છે, જેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો આર્થિક તંગી દૂર થાય છે. આ ઉપાયો બિનજરૂરી ખર્ચાઓને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. ઘણા લોકો પોતાના પર્સમાં લાલ કપડું, ચોખા અથવા કુમકુમ રાખે છે, જેને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

પરંતુ વાસ્તુ અનુસાર, તિજોરી અથવા પૈસા સંગ્રહ કરવાની જગ્યા યોગ્ય દિશામાં હોવી વધુ જરૂરી છે. ઘરમાં પૈસા સંગ્રહિત કરવાની જગ્યા જેટલી સ્થિર અને સકારાત્મક ઉર્જાથી ભરેલી હોય તેટલી ઝડપથી આર્થિક પ્રગતિ થાય છે. આથી તિજોરી કઈ દિશામાં મૂકવામાં આવે છે અને તેની આસપાસના વાતાવરણ પર સીધી અસર પડે છે. ચાલો આ વિશે જાણીએ.

  • તિજોરીની દિશા

વાસ્તુ અનુસાર, તિજોરી હંમેશા દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. તિજોરીથી દિવાલ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું એક ઇંચ હોવું જોઈએ. તિજોરીનો પાછળનો ભાગ દક્ષિણ તરફ હોવો જોઈએ. તેનો દરવાજો ઉત્તર તરફ ખુલતો હોય તેને શુભ માનવામાં આવે છે. ઉત્તર દિશાને ધન, સમૃદ્ધિ અને કુબેરની દિશા માનવામાં આવે છે. દક્ષિણપૂર્વ અથવા દક્ષિણપશ્ચિમ ખૂણામાં તિજોરી રાખવી અશુભ મનાય આવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તિજોરી રૂમની દિશા અને રચના ઘરની આર્થિક સ્થિતિ પર સીધી અસર કરે છે.  મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર તરફ હોવો સકારાત્મક ઉર્જા, સૌભાગ્ય અને સંપત્તિ આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ દિશાઓને દેવતાઓ અને કુબેરની દિશા માનવામાં આવે છે. આથી આ દિશાઓ તરફનો ઓરડો આર્થિક રીતે ખૂબ જ શુભ મનાય છે. તિજોરી સીધી દરવાજાની સામે ન રાખવી જોઈએ. આમ કરવાથી આર્થિક અસ્થિરતા આવે છે અને ખર્ચ પણ વધી શકે છે. જે રૂમમાં તિજોરી રાખવામાં આવે છે ત્યાં કુદરતી પ્રકાશ અને વેન્ટિલેશન હોવું પણ ખૂબ જરૂરી છે.

  • પૈસાની લેવડદેવડ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૈસાની લેવડદેવડ કરતી વખતે સમયના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. બ્રહ્મ મુહૂર્ત, જે સૂર્યોદય પહેલાના લગભગ દોઢ થી બે કલાક પહેલાનો સમય છે, જેને આધ્યાત્મિક ઉર્જા અને ધ્યાનનો સમય માનવામાં આવે છે. આ સમય દરમિયાનના વ્યવહારો આર્થિક અસ્થિરતા, નાણાકીય નુકસાન અથવા બિનજરૂરી ખર્ચની સ્થિતિ પેદા કરી શકે છે.

vtv app promotion

આ રીતે સાંજનો સમય નાણાકીય વ્યવહારો માટે અશુભ મનાય છે. સૂર્ય આથમવા લાગે ત્યારે સાંજે ઉછીના પૈસા આપવાથી ઘરની સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનો નાશ થાય છે. વાસ્તુ અને ધાર્મિક દ્રષ્ટિકોણથી ગુરુવાર અને શુક્રવારે તિજોરીની પૂજા કરવી  અત્યંત શુભ અને ફળદાયી મનાય છે. આ દિવસોમાં કરવામાં આવતી પૂજા સંપત્તિમાં વધારો કરે છે.

વધુ વાંચો : 3 રાશિવાળા બની જશે અમીર, શનિ-બુધ 30 વર્ષ બાદ એકીસાથે થશે માર્ગી

ઘણા લોકો ધન આકર્ષવા માટે પોતાના પર્સમાં મોરનું પીંછું રાખે છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ તેને અશુભ મનાય છે. મોરનું પીંછું ઉર્જાથી ભરેલું માનવામાં આવે છે. તેને ખુલ્લી, પવિત્ર જગ્યામાં રાખવાથી શુભ પ્રભાવો વધે છે. તમારા પર્સમાં મોરનું પીંછું રાખવાથી બિનજરૂરી ખર્ચ વધી શકે છે. 

(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Safe Money
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ