બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / kidney disease harmful foods to avoid if you have problem blood sugar level diabetes health tips

Health Tips / કિડની માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, ડાયાબિટીસના દર્દી હોવ તો ભૂલથી પણ ન કરતા સેવન

Arohi

Last Updated: 01:35 PM, 20 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિડની આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે જો તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ન આવે તો જીવ જોખમમાં આવી શકે છે.

 • કિડની શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ અંગ
 • શરીરમાંથી ઝેરી પદાર્થોને કાઢે છે બહાર
 • જાણો તમારે કયા ફૂડનું સેવન ન કરવું 

કિડની શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. કારણ કે તેની મદદથી આપણું લોહી સાફ થાય છે અને શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે. પરંતુ ડાયાબિટીસનો રોગ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. કિડનીને નુકસાન થતું અટકાવવા માટે બ્લડ સુગરને નિયંત્રિત કરવુ જરૂરી છે.

ડાયાબિટીસ કિડનીને કેવી રીતે નુકસાન કરે છે?
જો બ્લડ શુગરનું લેવલ કંટ્રોલ બહાર થઈ જાય છે તો ધીમે ધીમે તે કિડનીમાં રહેલા ગ્રુપ ઓફ બ્લડ વેસેલ્સને નુકસાન પહોંચાડે છે. જ્યારે આ નસો નબળી પડવા લાગે છે ત્યારે કિડની યોગ્ય રીતે લોહીને સાફ કરી શકતી નથી. જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા શરૂ થઈ જાય છે અને કિડની ડેમેજ પણ થઈ શકે છે.

કિડનીને બચાવવા શુગર લેવલ કરો કંટ્રોલ
આરોગ્ય નિષ્ણાતોના મતે કિડનીની બીમારીથી પીડિત દર્દીએ શુગરને કંટ્રોલમાં રાખવી જરૂરી છે. આ માટે તેઓએ તેમની જીવનશૈલીમાં ઘણા ફેરફારો લાવવા જોઈએ જેવા કે....

ભોજનનું ખાસ ધ્યાન રાખો

 • ગુસ્સો ઓછો કરો
 • સ્ટ્રેસ ન લો
 • નિયમિત વ્યાયામ કરો
 • રોજ યોગ કરો
 • જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેને નિયંત્રણમાં રાખો
 • જો તમને લાંબા સમયથી પેટમાં દુખાવો રહેતો હોય તો સોનોગ્રાફી ટેસ્ટ અને IgA નેફ્રોપથી ટેસ્ટ કરાવો.

કિડનીની સમસ્યામાં આ ખોરાક ન ખાતા 

 • વધુ પડતા મીઠાનું સેવન ન કરો.
 • ઉચ્ચ પોટેશિયમ ધરાવતા શાકભાજીથી દૂર રહો. (દા.ત.- બટેટા, ટામેટા, કીવી, નારંગી, એવોકાડો)
 • દૂધ, દહીં અને ચીઝથી દૂર રહો. કારણ કે તેમાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે.
 • પેક્ડ ફૂડનું સેવન ન કરો.
 • અથાણું, ડ્રાય ફિશ અને સોફ્ટ ડ્રિંક્સનું સેવન ન કરો.

સંકળાયેલા મુદ્દાઓ

Blood Sugar Level Kidney disease diabetes harmful foods health tips  કિડની ડાયાબિટીસ Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ