ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખંભાળિયા પોલીસે એવી શું કામગીરી કરી કે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વિટ, મામલો ગેરકાયદે દબાણ સાથેનો

કાર્યવાહી / ખંભાળિયા પોલીસે એવી શું કામગીરી કરી કે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વિટ, મામલો ગેરકાયદે દબાણ સાથેનો

Last Updated: 10:54 AM, 18 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાનાં ખંભાળિયા પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મુસ્લિમ શખ્શોએ મંદિર પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું.

ADVERTISEMENT

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દ્વારકાના ખંભાળિયા પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે. 50 વર્ષ જૂના સંતોષી માતા મંદિર તરફનાં રસ્તાને પોલીસે ખુલ્લો કરાવ્યો છે. મુસ્લિમ શખ્સોએ છેલ્લા ઘણા સમયથી મંદિરનાં રસ્તા પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું. જે બાબતે પોલીસને ફરિયાદ મળતા ત્વરિત કાર્યવાહી કરીને મંદિરને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. ભક્તોના અધિકારો જાળવવા બદલ હર્ષ સંઘવીએ સત્તાધીશોને ધન્યવાદ પાઠવ્યા હતા.

દ્વારકા જીલ્લાનાં ખંભાળિયામાં 50 વર્ષ જૂના સંતોષી માતાનાં મંદિર પાસે કેટલાક લોકો દ્વારા દબાણ કરી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જે મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દ્વારકાનાં ખંભાળિયામાં મુસ્લિમ સમાજનાં શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવા મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હનીફ, સુલેમાન, ગફાર, અબ્બાસ અને ઉમરે ઈરાદા પૂર્વક મંદિરનો રસ્તો બ્લોક કર્યો હતો.જેની ફરિયાદ પોલીસને મળતા પોલીસે આરોપીઓ સામે કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ પોલીસ દ્વારા આરોપીઓ સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. તેમજ સ્થળ પરથી દબાણ દૂર કરી દેવામાં આવ્યું છે. હવે સંતોષી માતાનાં મંદિર સુધી દર્શન કરવા જનાર ભક્તોને મુશ્કેલીનો સામનો નહી કરવો પડે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવી દેવામાં આવ્યું છે. હવે ભક્તો ફરી સંતોષી માતાનાં મંદિરે જઈ દર્શન કરી શકશે.

વધુ વાંચોઃ વાસી સમોસા આરોગતા પરિવાર ફૂડ પોઈઝનિંગની ઝપેટમાં, માતાનું મોત, દીકરો-દીકરી સારવાર હેઠળ

જામખંભાળીયામાં થોડા દિવસો પહેલા અમુક વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસેની પચાવી પાડેલી જગ્યા આજરોજ ખુલ્લી કરાઈ છે. દ્વારકા ગેઇટ નજીક માતાજી ના મંદિરની આગળની ખુલ્લી પડેલી જગ્યા નો અમુક વિધર્મીઓ દ્વારા હડપ કરી કાવતરૂ રચ્યું હતું. પુજારી પરીવાર દ્વારા જામ ખંભાળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય,ના માર્ગદર્શન અને સુચના મુજબ જામ ખંભાળીયા પોલીસે કરી હતી કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઉંડાણ પૂર્વક જીણવટ ભરી તપાસ હાથ ધરતા જમીન કૌભાંડ બહાર આવ્યું હતું. રાજાશાહી વખતની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી ખુલ્લી પડેલી સરકારી જમીન હડપ કરવા કાવતરૂં રચ્યું હતું. જમીન કૌભાંડના આરોપસર પોલીસે ત્રણ વિધર્મીઓની ગણતરી ની કલાકોમાં આરોપીઓની અટકાયત કરી હતી. આજરોજ સ્વૈરછાએ દબાણ દુર કરાતા મંદિર પુજારી પરીવારમાં ખુશી ની લાગણી છવાઇ ગઇ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khambhaliya news Dwarka news police action
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ