બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રૂ. 363 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટનું થશે નવીનીકરણ, પ્રવાસનને વેગ આપવા કવાયત

જૂનાગઢ / રૂ. 363 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટનું થશે નવીનીકરણ, પ્રવાસનને વેગ આપવા કવાયત

Last Updated: 03:23 PM, 4 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના કેશોદ એરપોર્ટને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા હતા. જેમાં આગામી દિવસોમાં કરોડોના ખર્ચે એરપોર્ટનું નવીનીકરણ કરવામાં આવનાર છે.

જૂનાગઢના કેશોદ એરપોર્ટનો આગામી દિવસોમાં વિકાસ કરવામાં આવનાર છે. જેમાં 363 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ જૂનાગઢ અને ગીર-સોમનાથના પ્રવાસનને વેગ આપવા માટે આ કવાયત હાથ ધરવામાં આવનાર છે.

નવું ટર્મિનલ બનનાર છે

વધુ મળતી માહિતી મુજબ એરપોર્ટમાં નવો કંટ્રોલ રૂમ, નવું ટર્મિનલ બનનાર છે. આ ઉપરાંત એરપોર્ટના રનવેની લંબાઇ પણ વધુ કરવામાં આવશે. જેમાં નાઈટ લેન્ડિંગની પરમિશન ટૂંક સમયમાં આપવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ AMCના અધિકારીઓ અને સત્તાધીશોની સુરક્ષા મોંઘી, 10 વર્ષમાં કર્યો અધધ 2450000000નો ખર્ચ

ગત વર્ષે અપાઇ હતી ફ્લાઇટને મંજૂરી

જૂનાગઢના કેશોદ અરપોર્ટ પર વધુ એક ફ્લાઇટને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં કેશોદ-મુંબઇ અને અમદાવાદ-કેશોદ ફ્લાઇટને શરૂ કરવામાં આવી હતી. જેમાં 27 ઓક્ટોબરથી કેશોદ મુંબઇની વધારાની ફ્લાઇટ શરૂ કરાઇ હતી. જેમાં મુસાફરો 45 મિનિટમાં કેશોદથી અમદાવાદ પહોંચી શક્યા હતા. અઠવાડિયામાં 3 દિવસ અમદાવાદ-કેશોદ ફ્લાઇટ ઉડાન ભરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

airport news Keshod airport Junagadh news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ