બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જ્યાં છો, ત્યાં જ રોકાઇ જાઓ! કેમ ઓચિંતી કેદારનાથ યાત્રાને રોકી દેવામાં આવી?

ચેતવણી / જ્યાં છો, ત્યાં જ રોકાઇ જાઓ! કેમ ઓચિંતી કેદારનાથ યાત્રાને રોકી દેવામાં આવી?

Published By: Jinal Chauhan

Last Updated: 02:37 PM, 31 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદ, હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે કેદારનાથ યાત્રા પર અચાનક બ્રેક લાગી છે. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને હજારો શ્રદ્ધાળુઓને વિવિધ સુરક્ષિત સ્થળોએ રોકી દીધા છે. હવામાન સુધરે ત્યાં સુધી યાત્રા ફરી શરૂ નહીં કરવામાં આવે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન ફરી એકવાર ખરાબ બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને હિમવર્ષાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખરાબ હવામાન અને યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને કેદારનાથ યાત્રા હાલ પૂરતી અસ્થાયી રીતે રોકી દીધી છે. ગઢવાલ કમિશનર આનંદ સ્વરૂપે જણાવ્યું કે ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન સામાન્ય બન્યા બાદ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત શ્રીનગર અને ઋષિકેશ સહિતના વિસ્તારોમાં પણ યાત્રાળુઓને રોકી રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

કેદારઘાટીમાં સતત વરસાદ

આપદા વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રજવારે જણાવ્યું કે રુદ્રપ્રયાગ જિલ્લો, કેદારનાથ ધામ અને સમગ્ર કેદારઘાટી વિસ્તારમાં શનિવારથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે યાત્રા માર્ગ પર જોખમ વધતાં પ્રશાસને સાવચેતીના ભાગરૂપે યાત્રા રોકી છે.

હજારો શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવ્યા

પ્રશાસને યાત્રાળુઓની સુરક્ષા માટે હજારો લોકોને ગુપ્તકાશી, ફાટા, રામપુર, શેરસી, સોનપ્રયાગ અને ગૌરીકુંડ જેવા સુરક્ષિત હોલ્ડિંગ વિસ્તારોમાં રોક્યા છે. બીજી તરફ, કેદારનાથ ધામથી પરત ફરી રહેલા યાત્રાળુઓને તબક્કાવાર રીતે સુરક્ષિત સ્થળોએ નીચે ઉતારવામાં આવી રહ્યા છે. જિલ્લા પ્રશાસનના નિર્દેશ હેઠળ પોલીસ, SDRF, NDRF અને આપદા વ્યવસ્થાપન વિભાગની ટીમો સતત એલર્ટ પર છે. યાત્રા માર્ગો અને મુખ્ય પડાવ સ્થળો પર 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.

ચારધામ વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષા

ઉત્તરાખંડના ચારધામ વિસ્તારમાં સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. ચમોલી જિલ્લામાં સવારે જ ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે શીખ ધર્મના પવિત્ર ધામ હેમકુંડ સાહિબમાં હિમવર્ષા ચાલુ છે. બીજી તરફ બદ્રીનાથ ધામ નજીકના નર-નારાયણ અને નીલકંઠ પર્વતો પણ બરફની ચાદરથી ઢંકાઈ ગયા છે.

ચાર મહિનામાં સામાન્ય કરતાં 45 ટકા વધુ વરસાદ

હવામાન વિભાગના આંકડા મુજબ ઉત્તરાખંડમાં છેલ્લા ચાર મહિનામાં સામાન્ય કરતાં 45 ટકા વધુ વરસાદ નોંધાયો છે. થોડા દિવસો પહેલાં દેહરાદૂન, હરિદ્વાર, રૂડકી અને કાશીપુર જેવા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું હતું. જોકે છેલ્લા 48 કલાકમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે

VTV Job Vacancy

આ પણ વાંચોઃ ફરીવાર અમેરિકાએ મારી પલટી, જાણો ગ્રીનકાર્ડને લઇ શું નિર્ણય લીધો?

39 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

આ વર્ષે કેદારનાથ યાત્રાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. બાબા કેદાર પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસને કારણે માત્ર 39 દિવસમાં જ 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચૂક્યા છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રાના ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે ખરાબ હવામાન હોવા છતાં પણ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ યથાવત રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો બાબા કેદારના દર્શન માટે પહોંચી રહ્યા હતા. જોકે હાલ સુરક્ષાને પ્રાથમિકતા આપીને યાત્રા પર અસ્થાયી રોક લગાવવામાં આવી છે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે હવામાન સુધરશે ત્યારબાદ જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kedarnath Yatra halted Uttarakhand rain alert Char Dham pilgrimage

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ