બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Kareena Kapoor made a big revelation about her marriage with Saif Ali Khan, said that after living in a live-in for 5 years, there came a time...

ગપશપ / કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્નને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું 5 વર્ષ સુધી લીવ-ઈનમાં રહ્યા બાદ એક સમય આવ્યો...

Megha

Last Updated: 05:56 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરીના કપૂરખાને તેના લગ્ન જીવન વિશે ખુલીને વાત કરી અને કહ્યું કે તેણે 5 વર્ષ સુધી ડેટ કર્યા પછી સૈફ અલી ખાન સાથે શા માટે લગ્ન કર્યા?

  • કરીના અને સૈફે પાંચ વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા 
  • લીવ ઇનમાં રહ્યા બાદ સૈફ અલી ખાન સાથે શા માટે લગ્ન કર્યા?
  • આ કારણે કરીના કપૂર સૈફ અલી સાથે લગ્ન કરવા માંગતી હતી

બોલીવુડના ક્યૂટ કપલ્સમાં ગણાતા કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનએ એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા બાદ 2012માં મુંબઈમાં લગ્ન કર્યા હતા. આ પછી બંનેને બે બાળકો તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન છે. જોકે, લગ્ન બાદ અભિનેત્રી લાંબા સમય સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહી હતી. તાજેતરમાં, અભિનેત્રી સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જાને જાન'માં જોવા મળી હતી, જે ઓટીટી પર રિલીઝ થઈ હતી.

તૈમૂર નામ મુદ્દે કરીના કપૂરે વર્ષો બાદ કર્યો મોટો ખુલાસો: કહ્યું સૈફ અલી  ખાને વર્ષોથી નામ વિચાર્યું હતું કારણ કે.../ kareena kapoor reveals why she  and saif ali ...

ફિલ્મમાં અભિનેત્રીના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અભિનેત્રીએ એક મેગેઝીનને પોતાનો ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં અભિનેત્રીએ તેના લગ્ન જીવન વિશે ખુલીને વાત કરી અને કહ્યું કે તેણે 5 વર્ષ સુધી ડેટ કર્યા પછી સૈફ અલી ખાન સાથે શા માટે લગ્ન કર્યા?વાત કરતા કરીના કપૂરે તેના લગ્ન, પેરેન્ટહુડ, તેના બાળકો તૈમુર-જહાંગીર સાથે કોઈપણ દબાણ વગર પોતાનું જીવન જીવવા અને તેના માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવાની તેની ઈચ્છા વિશે વાત કરી.

આ કારણે કરીના કપૂર સૈફ અલી સાથે લગ્ન કરવા માંગતી હતી
અભિનેત્રીએ કહ્યું, 'સૈફ અને મેં એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા હતા અને જ્યારે અમે આગળ વધવાનું નક્કી કર્યું તો તેની પાછળનું કારણ એ હતું કે અમે બાળક ઈચ્છતા હતા. ' સૈફ અલી ખાને પ્રથમ લગ્ન વર્ષ 1991માં અમૃતા સિંહ સાથે કર્યા હતા. આ પછી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો અને વર્ષ 2004માં છૂટાછેડા લઈ લીધા. બંનેને બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન છે. સૈફ અને કરીનાએ ફિલ્મ 'ટશન' દરમિયાન એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

ના હોય! ભાગીને લગ્ન કરવા માગતી હતી કરીના, ઘરવાળાને આ કામ કરવાની આપી હતી  ધમકી | Saif Ali Khan and Kareena Kapoor Khan Wedding Anniversary Couple was  About to Run Away from

કરીના કપૂરે બાળકો વિશે શું કહ્યું?
બાળકોના ઉછેર વિશે વાત કરતાં કરીના કપૂરે કહ્યું, 'અમે બાળકોને માણસ તરીકે જોઈએ છીએ અને માનીએ છીએ. અમે તેમનો આદર કરીએ છીએ અને અમે તેમને જેમ રહેવું હોય એમ રહેવા દઈએ છીએ. તેઓ પોતાનો રસ્તો શોધી લેશે. અભિનેત્રીએ કહ્યું, 'બાળકો બધું જાતે શીખી જાય છે, હું મારા બાળકોની સામે મારું જીવન જીવવા માંગુ છું. હું તેની સાથે બધું કરવા માંગુ છું. આપણે ખુશ રહેવાનું છે, તો જ તેઓ ખીલશે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ