બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / kareena kapoor khan is coming up with her third child read detail

અનાઉન્સમેન્ટ / શું કરીના ત્રીજી વખત બનવા જઈ રહી છે માતા? સોશ્યલ મીડિયા પર શેર કરી પોસ્ટ

Published By: Bhushita

Last Updated: 09:23 AM, 10 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા મહિને જ કરીના બીજા સંતાનની માતા બની છે. તેના નામને લઈને સોશ્યલ મીડિયામાં ચર્ચા છે ત્યાં કરીનાએ સોશ્યલ મીડિયા પર ત્રીજા બેબીનું એનાઉન્સમેન્ટ કર્યું છે.

  • ગયા મહિને જ કરીના બીજા સંતાનની માતા બની
  • શું કરીના ત્રીજી વખત બનવા જઈ રહી છે માતા?
  • સોશ્યલ મીડિયા પર શેર કરી પોસ્ટ


રોલની વાત હોય કે પછી પર્સનલ લાઈફમાં ગ્લેમરસ રહેવાની વાત હોય. કરીના કપૂર ખાન હંમેશા અલગથી નિર્ણયો લેતી આવી છે. કરીના એ એક્ટ્રેસ છે જેણે તૈમૂરની પ્રેગનન્સી સમયે બેબી બંપના ટ્રેન્ડને ફેશનમાં બદલી દીધો હતો. ડિલિવરી બાદ તરત કામ પર આવીને વર્કિંગ મધર કલ્ચરને પણ નોર્મલાઈઝ કર્યું હતું. 

કરીનાની આ પોસ્ટે ફેન્સને કર્યા કન્ફ્યુઝ
કરીનાએ એક પોસ્ટથી ફેન્સને કન્ફ્યુઝ કરી દીધા છે. કરીનાએ એક એવો ફોટો શેર કર્યો છે જેમાં તે સોનોગ્રાફી લઈને ઊભી છે. સાથે કરીનાએ મજેદાર કેપ્શન પણ લખ્યું છે. કેટલીક રોમાંચક ચીજો પર એક લાંબા સમયથી કામ કરી રહ્યું છે પણ આ એ કામ નથી જે તમે વિચારી રહ્યા છો. જલ્દી તેની જાહેરતા પણ કરીશ. ત્યાં સુધી આ પ્લેટફોર્મ પર કાયમ રહો. 

 ત્રીજી પ્રેગનન્સીને લઈને ક્યાસ લગાવી રહ્યા છે ફેન્સ
સોનોગ્રાફી સાથે કરીનાને લઈને ફેન્સ તેમની ત્રીજી વખતની પ્રેગન્નસીની ચર્ચા કરી રહ્યા છે. જો કે ફએન્સને વધારે રાહ જોવડાવ્યા વિના કરીનાએ એક અન્ય પોસ્ટ પણ શેર કરી છે. અન્ય પોસ્ટ પર કરીનાએ વીડિયો શેર કર્યો છે અને લાંબો મસેજ લખ્યો છે. 

મારી પ્રેગનન્સી જર્નીનું પરિણામ છે આ બુક
સોશ્યલ મીડિયા પર મેસેજમાં કરીના લખે છે કે મારી પ્રેગનન્સી અને તેની પર આ બુક લખવી બંને મારા માટે એક જર્ની સમાન છે. તેમાં સારા અને ખરાબ દિવસો પણ છે, જ્યારે હું કામ પર જવા ઉતાવળ કરતી તો ક્યારેક બેડ પરથી ઉતરવામાં પણ સ્ટ્રગલ કરવી પડતી. આ બુકમાં મારી બંને પ્રેગનન્સીનું વ્યક્તિગત વિવરણ છે. જ્યાં મેં શારીરિક અને માનસિક બંને ઈમોશનને આલેખવાનો પ્રયાસ કર્યો છે. 

હું આને ત્રીજું બાળક કહીશ
કરીના આગળ લખે છે કે અનેક રીતે આ બુક મારા માટે ખાસ છે અને તે મારા ત્રીજા બાળક જેવી છે. કોન્સેપ્ટ આઈડિયાથી લઈને તેના પબ્લિશ થવા સુધીની જર્નીને હું પ્રેગનન્સીનું નામ આપીશ. આ પ્રેગનન્સી બાઈબલને દેશના સ્ત્રી રોગ અને પ્રસૂતિ રોગ વિશેષજ્ઞના ગર્વનિંગ બોડી FOGSIની માન્યતા મળી છે. આ સાથે તેને લખવામાં મારા પર્સનલ ડોક્ટરનું પણ યોગદાન રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Book Kareena Kapoor Khan post third child કરીના કપૂર ખાન ત્રીજી વખત પોસ્ટ બાળક બુક માતા સોશ્યલ મીડિયા kareena kapoor khan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ