બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / Karachi University blast: 3 Chinese nationals, their Pakistani driver killed

પાક.માં આતંકી કૃત્ય / BIG NEWS : કરાંચી યુનિવર્સિટીમાં આત્મઘાતી હુમલો, 3 ચીની નાગરિક સહિત 4ના મોત

Hiralal

Last Updated: 05:35 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરાંચી યુનિવર્સિટીમાં પડેલી એક પેસેન્જર વાનમાં મોટો વિસ્ફોટ થયા ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા.

  • પાકિસ્તાના કરાંચીની યુનિવર્સિટીમાં વાનમાં થયો બ્લાસ્ટ
  • 3 ચીની નાગરિકોના મોત
  • એક પાકિસ્તાની ડ્રાઈવરનું મોત
  • ઘણા ઘાયલ થયા હોવાની ખબર 

પાકિસ્તાનની કરાંચી યુનિવર્સિટીમાં થયેલા વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટ કરાચી યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટ પાસે એક વાનમાં થયો હતો. વિસ્ફોટ બાદ વાનમાં આગ લાગી હતી.

ત્રણ ચીની નાગરિકોના મોત અને એક ઘાયલ
પાકિસ્તાની મીડિયા રિપોર્ટની ખબર અનુસાર, વિસ્ફોટમાં કુલ પાંચ લોકોના મોત થયા છે તથા બે ઘાયલ થયા છે. મરનાર લોકોમાં 3 ચીની નાગરિકો હતા. મૃતકોની ઓળખ કન્ફ્યુશિયસ ઈન્સ્ટીટ્યુટના ડિરેક્ટર ઝુઆંગ ગુઈપિંગ, ડિંગ મુપેંગ, ચેન સા અને ડ્રાઈવર ખાલીદ તરીકે થઈ છે. બે ઘાયલોમાં એક ચીની નાગરિકોનો પણ સમાવેશ થાય છે. 

ઘટનાનો વીડિયો આવ્યો સામે 
કરાચી યુનિવર્સિટી કેમ્પસમાં લાગેલી આગના વીડિયોમાં એક સફેદ રંગની વાનમાં આગની જ્વાળા જોવા મળી રહી છે. વાનની ટોચ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે, જ્યારે આસપાસની ઇમારતોની બારીઓ તૂટેલી જોવા મળી રહી છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વાન વાણિજ્ય વિભાગની બાજુમાં કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટ તરફ વળી હતી જ્યારે તેમાં વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી.ઉર્દૂ ભાષા જંગ અખબારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્ફોટ દૂરથી નિયંત્રિત ઉપકરણના કારણે થયો હતો.

વાનમાં વિસ્ફોટનું કારણ શું છે?
સ્થાનિક પોલીસનું કહેવું છે કે વાનમાં વિસ્ફોટ અને આગ કુદરતી કારણોસર થઈ હતી. એસપી ગુલશને કહ્યું કે બ્લાસ્ટનો અવાજ ખૂબ જ જોરદાર હતો, તેથી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી, પરંતુ આ બધું કુદરતી કારણોસર થયું છે. સિંધના આઈજી મુસ્તાક અહમદ મહારે મુખ્યમંત્રી મુરાદ અલી શાહ સાથે ટેલિફોન કોલમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. મુખ્યમંત્રી કાર્યાલયના એક હેન્ડઆઉટમાં અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટ બપોરે 2:30 વાગ્યાની આસપાસ એક વાનમાં થયો હતો.

બલુચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી સ્વીકારી 

બલુચ લિબરેશન આર્મીએ કરાંચી યુનિવર્સિટીમાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ