Team VTV06:26 PM, 13 Feb 23
| Updated: 07:02 PM, 13 Feb 23
કન્નડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશ અને રિષભ શેટ્ટીએ હાલમાં બેંગ્લોર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. જ્યાં તેમની સાથે દિવંગત અભિનેતા પુનીત રાજકુમારની પત્ની પણ પહોંચી.
KGFના યશે બેંગ્લોરમાં PM મોદી સાથે કરી મુલાકાત
દિવંગત અભિનેતા પુનીત રાજકુમારની પત્ની પણ હાજર રહી
તસ્વીરો સોશિયલ મીડિયામાં ઝડપથી થઇ વાયરલ
PM મોદીએ બેંગ્લોરમાં કન્નડ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો સાથે કરી મુલાકાત
દેશના PM નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીએ એરો ઈન્ડિયા 2023નુ ઉદ્ઘાટન કરવા માટે બેંગ્લોર ગયા હતા. જ્યાં તેમણે રાજભવનમાં કન્નડ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો સાથે મુલાકાત કરી છે. જેમાં કેજીએફના યશનો પણ સમાવેશ થાય છે. અહેવાલ મુજબ આ બધા માટે રાજભવનમાં એક ડિનર પણ હોસ્ટ કરવામાં આવ્યું હતુ. જેની અનેક તસ્વીરો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે.
મનોરંજન ઈન્ડસ્ટ્રીના ઘણા પહેલુઓ પર ચર્ચા કરાઈ
સોશિયલ મીડિયામાં અમુક તસ્વીરો સામે આવી છે, જેમાં PM મોદીની સાથે કેજીએફ 2ની અપાર સફળતા બાદ કન્નડ સિનેમાનો લોકપ્રિય ચહેરો બની ચૂકેલા યશ, આ સાથે કાંતારાની સાથે રિષભ શેટ્ટી રાતોરાત એક બ્રાન્ડ અને પેન-ઈન્ડિયા સ્ટાર બનેલા રિષભ શેટ્ટી અને દિવંગત અભિનેતા પુનીત રાજકુમારની પત્ની પણ દેખાઈ રહી છે. આ મુલાકાત વખતે મનોરંજન ઈન્ડસ્ટ્રીના ઘણા પહેલુઓ પર ચર્ચા કરવામાં આવી. આ સાથે રાજ્યમાં થિયેટરોની સંખ્યા વધારવા, સિનેમાનો પ્રભાવ અને થિયેટરની ઈકોનોમીમાં યોગદાન જેવા વિષયો પર પણ વાતચીત કરવામાં આવી.
Was a pleasure meeting our Hon’ble PM @narendramodi ji yesterday with my cricketing colleagues at Raj Bhavan , Bengaluru . He discussed a variety of issues including Sports infrastructure , Olympics and sporting culture in India. pic.twitter.com/yZAL0ZHgFC
રિપોર્ટ્સ મુજબ PM નરેન્દ્ર મોદીએ યશ, રિષભ શેટ્ટી અને અશ્વિની પુનીત રાજકુમારને ડિનર પાર્ટીમાં આમંત્રિત કર્યા છે. અહેવાલ છે કે આ મુલાકાત વખતે મોદીએ બધાને વચન પણ આપ્યું છે કે તેમની સરકાર કન્નડ સિનેમાના વિકાસ માટે સંભવ મદદ કરશે. થોડા દિવસો પહેલા કાંતારાની રીલીઝ બાદ ઘણા ઈન્ટરવ્યુમાં રિષભ શેટ્ટીએ PM મોદી માટે વખાણ કર્યા હતા.