બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવે જાગી કાનપુર પોલીસ! પુણે પોર્શ કાંડ જોઈ સગીર આરોપીને 6 મહિના બાદ દબોચ્યો

એક્શન / હવે જાગી કાનપુર પોલીસ! પુણે પોર્શ કાંડ જોઈ સગીર આરોપીને 6 મહિના બાદ દબોચ્યો

Last Updated: 08:17 AM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kanpur Crime News : પુણે પોર્શની ઘટના બાદ યુપીના કાનપુરમાં પણ આવા જ એક અકસ્માત કાંડમાં સગીરની ધરપકડ, બે-બે વાર અકસ્માત કર્યો અને 2 લોકોના મોત છતાં પોલીસે નહોતી કરી ધરપકડ

Kanpur News : પુણે પોર્શની ઘટના બાદ યુપીની કાનપુર પોલીસ પણ એક્શનમાં આવી છે. વાત જાણે એમ છે કે, અહીં ગયા વર્ષે ઓક્ટોબરમાં એક સગીરે બે બાળકોને કચડી નાખ્યા હતા જેના કારણે તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મામલે તપાસ પણ કરવામાં આવી હતી પરંતુ સમજૂતી બાદ સગીરને છોડી મૂકવામાં આવ્યો હતો. જે બાદમાં ગયા મહિને જ આ સગીરે ફરી અન્ય એક અકસ્માતમાં ચાર લોકોને કચડી નાખ્યા હતા. આ તરફ હવે પુણેની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આખરે સગીરની ધરપકડ કરવામાં આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, 15 વર્ષના છોકરાની બેદરકારીથી ડ્રાઇવિંગને કારણે ગયા વર્ષે બે બાળકોના મોત થયા હતા પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે બુધવારે કસ્ટડીમાં લીધા બાદ તેને ચિલ્ડ્રન હોમમાં મોકલી દેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતના બંને કેસમાં FIR નોંધવામાં આવી હતી પરંતુ બુધવાર સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી.

સગીરના પિતા છે કાનપુરના મેજર ડોક્ટર

પુણે હિટ એન્ડ રન કેસ પ્રકાશમાં આવ્યા બાદ જ કાનપુર પોલીસ એક્શનમાં આવી અને સગીરની ધરપકડ કરી. કહેવામાં આવી રહ્યું છે કે, બંને કેસમાં કાનપુરના જાણીતા ડોક્ટર એવા સગીર પિતા વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

વધુ વાંચો : મા-દીકરી સાથે હેવાનિયત! પ્રેમમાં ફસાવી ઉતાર્યો અશ્લીલ વીડિયો, બાદમાં બ્લેકમેલ કરી બંને પર દુષ્કર્મ

બે બાળકોના થયા હતા મોત

પ્રથમ અકસ્માત ગયા વર્ષે ઓક્ટોબરમાં થયો હતો જ્યાં સગીર તેના અન્ય ત્રણ સગીર મિત્રો સાથે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. તેણે કારને મેગીની દુકાનમાં ચડાવી દીધી, જેમાં સાગર નિષાદ અને આશિષ રામ ચરણ નામના બે બાળકોના મોત થયા. આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 304A હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. થોડા મહિનાઓ પછ 31 માર્ચ, 2024ના રોજ આરોપીએ ફરીથી ચાર લોકોને કાર ચલાવતી વખતે કચડી નાખ્યા જેમાં તેઓને ગંભીર ઈજા થઈ. આ કેસમાં તેના પર આઈપીસીની કલમ 279 અને 338 લગાવવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Accident Kanpur Uttar Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ