બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Extra / મા-દીકરી સાથે હેવાનિયત! પ્રેમમાં ફસાવી ઉતાર્યો અશ્લીલ વીડિયો, બાદમાં બ્લેકમેલ કરી બંને પર દુષ્કર્મ

UP / મા-દીકરી સાથે હેવાનિયત! પ્રેમમાં ફસાવી ઉતાર્યો અશ્લીલ વીડિયો, બાદમાં બ્લેકમેલ કરી બંને પર દુષ્કર્મ

Last Updated: 03:41 AM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુત્રીને પ્રેમની જાળમાં ફસાવી પછી હોટલમાં બોલાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

ઉત્તર પ્રદેશના મેરઠમાં માતા-પુત્રી પર બળાત્કારની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આરોપીએ પહેલા પુત્રીને પ્રેમની જાળમાં ફસાવી પછી હોટલમાં બોલાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન તેણે તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો.

ઉત્તર પ્રદેશના મેરઠમાં માતા-પુત્રી પર બળાત્કારની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આરોપીએ પહેલા પુત્રીને પ્રેમની જાળમાં ફસાવી પછી હોટલમાં બોલાવી તેની સાથે રેપ કર્યો હતો. આ દરમિયાન તેણે તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો ડિલીટ કરવાના નામે પીડિતાની માતાને પણ બોલાવીને તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ પછી તે બંનેને પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો. તેમની પાસેથી પૈસા પડાવતો હતો. આખરે મામલો પોલીસ સુધી પહોચતા આરોપીની ધરપકડ કરી છે.

rape crime

એસએસપી રોહિતસિંહ સજવાને જણાવ્યું કે આરોપીનું નામ સલીમ અંસારી છે. મેરઠ શહેરના કોતવાલી વિસ્તારના ગોલાકુઆંનો રહેવાસી છે. એક વર્ષ પહેલા સલીમે પીડિત યુવતી સાથે મિત્રતા કરી હતી. એક દિવસ, તેણીને લાલચ આપીને ટીપી નગરના ફૂટબોલ ચોક પાસે સ્થિત સિટી સેન્ટર હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણી પર બળજબરીથી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ તેણે વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું.

અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને હવસનો શિકાર બનાવવા લાગ્યો હતો. આ સાથે તેની પાસેથી પૈસા પડાવવાનું પણ શરૂ કર્યું હતું. અંતે પરેશાન પીડિતાએ આ વાત તેની માતાને જણાવી. જ્યારે તેની માતાએ આરોપીને વીડિયો ડિલીટ કરવાનું કહ્યું તો તેણે તેને મળવા બોલાવ્યો. આ પછી પીડિતાની માતા સાથે પણ બળાત્કાર કરવામાં આવ્યો હતો. અશ્લીલ વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરવાનું પણ શરૂ કર્યું હતું. કંટાળીને માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ આદેશ / 'PL કર્મચારીઓ માટે અવકાશ, રૂપિયામાં કન્વર્ટ કરતાં રોકવું અધિકારનું ઉલ્લંઘન', HCનું તારણ

પીડિતા અને તેની માતાના નિવેદન અને ફરિયાદના આધારે પોલીસે આરોપી સલીમ અંસારી વિરુદ્ધ આઈપીસીની કલમ 376 હેઠળ કેસ નોંધ્યો છે. આ પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

ઉત્તર પ્રદેશ ક્રાઇમ ન્યુઝ Crime News rap case રેપ કેસ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ