બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / બિઝનેસ ટિપ્સ: પહેલા નોકરી છોડી, બાદમાં આ ખેતી શરૂ કરી, અને હવે મહીને કમાય છે 2 લાખ

તમારા કામનું / બિઝનેસ ટિપ્સ: પહેલા નોકરી છોડી, બાદમાં આ ખેતી શરૂ કરી, અને હવે મહીને કમાય છે 2 લાખ

Last Updated: 12:41 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકોએ ખેતીમાં નવા નવા પ્રયોગો કર્યા અને સામાન્ય પાકની જગ્યાએ નવી રીતે અન્ય પાક તૈયાર કર્યા છે અને આમાંની એક પદ્ધતિ પોલીહાઉસ ફાર્મિંગ છે. ઉત્તર પ્રદેશના એક ખેડૂત પોલીહાઉસ ફાર્મિંગ દ્વારા દર મહિને લગભગ 2 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

આજના સમયમાં ખેતી આવકના સારા સ્ત્રોત તરીકે ઉભરી રહી છે અને આજકાલ ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક ટેક્નોલોજીની મદદથી ખેતી કરી રહ્યા છે. જેની મદદથી સારો પાક અને સારી આવક મેળવી રહ્યા છે. તમે પણ આવા ઘણા ખેડૂતો વિશે સાંભળ્યું હશે, જેઓ એડવાન્સ ટેક્નોલોજીની મદદથી ખેતી કરી રહ્યા છે અને સારી એવી કમાણી પણ કરી રહ્યા છે.

farmer

ઘણા લોકોએ ખેતીમાં નવા નવા પ્રયોગો કર્યા અને સામાન્ય પાકની જગ્યાએ નવી રીતે અન્ય પાક તૈયાર કર્યા છે અને આમાંની એક પદ્ધતિ પોલીહાઉસ ફાર્મિંગ છે. ઉત્તર પ્રદેશના આવા જ એક ખેડૂત અખિલેશે પોલીહાઉસ ફાર્મિંગ દ્વારા મોટી સફળતા હાંસલ કરી છે. આ વ્યક્તિએ 1.5 લાખ રૂપિયાની નોકરી છોડીને ખેતી કરવાનું શરૂ કર્યું અને હવે તે દર મહિને લગભગ 2 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે. એવામાં ચાલો એ જાણીએ કે આ ખેતી શું છે?

પોલીહાઉસ ખેતી શું છે?

પોલીહાઉસ ફાર્મિંગ એક એવી તકનીક છે જેમાં પાક નિયંત્રિત વાતાવરણમાં ઉગાડવામાં આવે છે. પોલીહાઉસ એ ઘર જેવું માળખું છે જે પ્લાસ્ટિક અથવા કાચથી ઢંકાયેલું હોય છે અને તે તાપમાન, ભેજ અને પ્રકાશને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી સમગ્ર વર્ષ દરમિયાન પાક ઉગાડવામાં આવે છે.

PROMOTIONAL 11

નોકરી છોડીને પોલીહાઉસ ફાર્મિંગ શરૂ કર્યું

રિપોર્ટ અનુસાર અખિલેશ પહેલા એક મોટી કંપનીમાં કામ કરતા હતા પરંતુ, તબિયતની સમસ્યાને કારણે તેણે નોકરી છોડી દીધી અને ઘરે પરત ફર્યા. ઘરે બેસીને તેણે પોલીહાઉસ ફાર્મિંગ વિશે જાણ્યું અને 1.2 કરોડ રૂપિયાના રોકાણથી 10 વીઘા જમીનમાં બે પોલીહાઉસ બનાવ્યા. જેમાં સરકારે સબસિડી પણ આપી હતી.

farmer-3

પોલીહાઉસમાં તેને ફૂલોની ખેતી કરવાનું શરૂ કર્યું અને જર્બેરા, જીપ્સોફિલા, લિલિયમ, ટ્યુબરોઝ અને ક્રાયસેન્થેમમ જેવા ફૂલોના છોડ ઉગાડ્યા હતા. સાથે જ તેઓ ટપક સિંચાઈ તકનીકનો પણ ઉપયોગ કરે છે જે છોડના મૂળ સુધી પાણી અને પોષક તત્વો સીધા જ પહોંચાડે છે. ટપક સિંચાઈ ટેકનોલોજી સારી ઉપજમાં મદદ કરે છે.

વધુ વાંચો: વાહ! હવે ગૌમૂત્ર વેચીને પણ ખેડૂત કરી શકશે અઢળક કમાણી, એ કઇ રીતે?

અખિલેશ જે ફૂલોની ખેતી કરે છે સ્થાનિક બજારમાં આ ફૂલોની ઘણી માંગ છે અને તેની સાથે તેઓ આ ફૂલોને દિલ્હીના ફૂલ માર્કેટમાં પણ વેચે છે. આમાંથી અખિલેશ દર મહિને લગભગ 2 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેણે પોતાના પોલીહાઉસમાં 12 લોકોને નોકરી પણ આપી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Polyhouse Farming Agriculture News Farming news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ