ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:56 PM, 23 March 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
આજે 23 માર્ચના રોજ બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતનો બર્થ ડે છે. તે નિમિત્તે કંગના એક વીડિયો શરે કર્યો છે. જેમાં કે સારી સારી વાતો કરી રહી છે. કંગનાએ ઘણા લોકોનો આભાર માન્યો છે. પોતાના દુશ્મનોનો પણ આભાર માન્યો સાથે માફી માંગી. કંગનાએ પોતાના સારા જીવન માટે ઇશ્વરનો આભાર માન્યો. આ વીડિયો પર ફેન્સ કંગનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કંગનાએ શેર કર્યો વીડિયો
પોતાના જન્મ દિવસ નિમિત્તે કંગનાએ પોતાના ચાહકો માટે એક ખાસ સંદેશ આપ્યો છે. વીડિયોમાં કંગનાએ ગ્રીન સાડી અને ગોલ્ડ જ્વેલરીમાં તે સુંદર લાગી રહી છે. વીડિયોમાં તે બોલી રહી છે કે," આજે હુ મારા જન્મદિન નિમિત્તે મારા માતા-પિતાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. મારા માતા-પિતા, મારા કુળદેવી મા અંબિકાજી જેમણે મને જન્મ આપ્યો. ખાસ કરીને મારા ગુરુ આધ્યાત્મિક ગુરુ, સદ્દગુરુ, મારા પ્રશંસકો, શુભચિંતકો જે મારી સાથે કામ કરે છે તેમણે મને આટલી સફળતા અપાવી, મારો પરિવાર, દોસ્ત, મારા ફેન્સ સૌનો આભાર વ્યક્ત કરુ છું."
ADVERTISEMENT
ADVERTISEMENT
કંગનાએ તેના શત્રુઓની માફી માંગી
કંગનાઓ વધુમાં કહ્યું કે, મારા શત્રુઓ જેમણે મને ક્યારેય આરામ નથી કરવા દીધો. ભલે ગમે તેટલી સફળતા મળે તેમ છંતા મને સફળતાના માર્ગ પર તત્પર રાખી, મને લડતા શીખવ્યુ, સંઘર્ષ કરતા શીખવ્યું તેમની પણ હું આભારી રહીશ. મિત્રો મારી વિચારધારા, આચરણ અને વિચાર બહુ સરળ છે. હું બધુનુ સારુ ઇચ્છુ છું. તે માટે જો મે ક્યારેય દેશહિતમાં કે લાર્જર પિક્ચરના હિતમાં મે કોઇને કંઇ કહ્યું હોય અને તેમને દુઃખ થયુ હોય, મન દુભાયુ હોય તો હું તેમની ક્ષમા માંગુ છું. શ્રીકૃષ્ણની કૃપાથી મને બહુ સૌભાગ્યશાળી જીવન મળ્યુ છે. મારા મનમાં બધા માટે સ્નેહ અને સુવિચાર છે. કોઇ માટે દુર્ભાવના નથી. કંગાના ના આ વીડિયો પર ઘણા લોકોએ કમેન્ટમાં તેને શુભેચ્છા પાઠવી છે. તો અમુક લોકોએ એમ પણ કહ્યું કે, શત્રુઓના નામ પણ જણાવવી દેવા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT