બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / kadaisi vivasayi actress kasiammal murder by son nammakodi with a wooden slab

Entertainment / દારૂડિયા દીકરાએ વૃદ્ધ અભિનેત્રીનો લીધો જીવ: પૈસા માટે કરી હત્યા, મનોરંજન જગત આઘાતમાં

Manisha Jogi

Last Updated: 05:31 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનોરંજન જગતમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફેમસ અભિનેત્રીનું મર્ડર કરવામાં આવ્યું છે. અભિનેત્રીના દીકરાએ જ અભિનેત્રીને ઢોર માર મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે.

  • મનોરંજન જગતમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
  • ફેમસ અભિનેત્રીનું મર્ડર કરવામાં આવ્યું
  • અભિનેત્રીના દીકરાએ જ કર્યું મર્ડર

મનોરંજન જગતમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફેમસ અભિનેત્રીનું મર્ડર કરવામાં આવ્યું છે. અભિનેત્રીના દીકરાએ જ અભિનેત્રીને ઢોર માર મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. દારૂડિયા દીકરાએ તેની માતાની હત્યા કરી છે. મૃતક અભિનેત્રીનું નામ કાસિયામ્મલ છે અને તેમણે તમિલ ફિલ્મ ‘કદૈયી વિવસાયી’માં કામ કર્યું હતું, આ ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી. 

દીકરાએ માતાનું કર્યું મર્ડર
કાસિયામ્મલ તેમની એક્ટિંગના કારણે ખૂબ જ ફેમસ હતા. મીડિયા રિપોર્ટ અનુસાર રવિવારે 4 ફેબ્રુઆરીના રોજ સવારે ત્રણ વાગ્યે મા-દીકરા વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં દારૂડિયા દીકરાએ તેની માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, દીકરાએ તેની માઁ પાસેથી દારૂ માટે પૈસા માંગ્યા હતા અને તેની માતાએ પૈસા આપવાની ના પાડી હતી. આ કારણોસર દારૂડિયા દીકરાએ ગુસ્સામાં આવીને તેની માતાને લાકડીથી ખૂબ જ નિર્દયી રીતે માર માર્યો હતો, જેથી તેની 74 વર્ષીય માતાનું મોત થયું હતું. 

દારૂના પૈસા માટે ઝઘડો
દારૂ માટે પૈસા ના આપતા દીકરો નારાજ થઈ જતા તેની વૃદ્ધ માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. દીકરાએ એટલી નિર્દયી રીતે તેની માતાને માર માર્યો કે તેનું તે જ સમયે મોત થઈ ગયું હતું. આ ઘટના ખૂબ જ શરમજનક અને ભયાનક છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. અભિનેત્રી કાસિયામ્મલના ઘરેથી લાકડી જપ્ત કરી લીધી છે. કાસિયામ્મલના દીકરા નમ્માકોડીની ઉંમર 51 વર્ષ છે અને તેની સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

વધુ વાંચો: મન્નતમાં બાળકો સાથે કિંગ ખાન કેવી રીતે રહે છે? જુઓ ઇનસાઇડ વાયરલ Video

માતા પાસેથી પૈસા માંગતો હતો
નમ્માકોડી પર IPC ધારા 302 હેઠળ તેની માતા કાસિયામ્મલની હત્યા કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. નમ્માકોડી તેની માતા સાથે રહેતો હતો. 15 વર્ષથી તેની પત્નીથી અલગ રહેતો હતો અને પૈસા માટે તેની માતા પર આધારિત હતો. નમ્માકોડીની દારૂની આદતના કારણે તેની માતાએ જીવ ગુમાવવો પડ્યો છે. કાસિયામ્મલના મોતથી સમગ્ર તમિલ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ