બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 04:03 PM, 8 February 2024
ADVERTISEMENT
શાહરૂખ ખાન બોલિવુડના કિંગ છે. મુંબઈમાં તે પોતાના આલીશાન બંગલા મન્નતમાં રહે છે. લાખો ફેન રોજ એક્ટરની એક ઝલક માટે તેમના ઘરની બહાર ઉભા રહે છે. હવે એક સોશિયલ મીડિયા યુઝર્સે મન્નતની અંદરની ઝલક લાખો ફેંસને આપી છે. દરેક લોકો જોવા માંગે છે કે શાહરૂખનો બંગલો અંદરથી કેવો દેખાય છે. વાયરલ વીડિયોમાં બંગલો અંદરથી જોઈ શકાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં શાહરૂખ ખાનને પોતાના નાના દિકરા અબરામ ખાનની સાથે ફૂટબોલ રમતા જોઈ શકાય છે. બન્ને મન્નતની અંદર છે. ઘણા દૂરથી બનાવવામાં આવેલા આ વીડિયોમાં મન્નતનું ગાર્ડન જોવા મળી રહ્યું છે. આ મોટા એરિયામાં શાહરૂખ ખાન, અબરામ અને અમુક બીજા લોકો ફૂટબોલ રમતા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
#ShahRukhKhan𓀠 playing football at #Mannat 😍 pic.twitter.com/sJiaKPiJeR
— AⓚH✝️@®️ (@srkianhun) February 6, 2024
યુઝર્સ મન્નતનું ગાર્ડન જોઈને ચોંકી ઉઠ્યા છે. ત્યાં જ અન્ય અમુક યુઝર્સે સુપરસ્ટારનો વીડિયો બનાવવાને લઈને નારાજગી પણ વ્યક્ત કરી છે. યુઝર્સ મન્નતના આલીશાન લુકને પણ પસંદ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.