ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / jupiter moon transit 2023 in aries guru chandra yuti make gajlaxmi yog give immense

જ્યોતિષ જ્ઞાન / ચાંદીની જેમ ચમકવા લાગશે આ ચાર રાશિના જાતકોની કિસ્મત: ગજલક્ષ્મી યોગથી ચારે તરફથી થશે કમાણી

Published By: Premal

Last Updated: 06:20 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરૂ અને ચંદ્રની યુતિ ગજલક્ષ્મી યોગ બનાવે છે. ગજલક્ષ્મી યોગને અત્યંત શુભ માનવામાં આવ્યો છે. 22 એપ્રિલ 2023થી આ યોગ અમુક રાશિના જાતકોનુ ભાગ્ય ચમકાવશે.

ADVERTISEMENT

  • ગજલક્ષ્મી યોગ વરસાવશે માં લક્ષ્મી-કુબેર દેવની કૃપા
  • ગુરૂ અને ચંદ્રની યુતિ ગજલક્ષ્મી યોગ બનાવે છે
  • અમુક રાશિના જાતકોનુ ભાગ્ય ચમકશે

12 વર્ષ બાદ ગુરૂ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે

વર્ષ 2023માં ઘણા મહત્વના ગ્રહ ગોચર થઇ રહ્યાં છે. જાન્યુઆરીમાં 30 વર્ષ બાદ શનિ ગોચર કરીને પોતાની રાશિ કુંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે. હવે 22 એપ્રિલ 2023ના રોજ 12 વર્ષ બાદ ગુરૂ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ગુરૂનો ગોચર ખૂબ સારો રહેશે. મેષ રાશિમાં ગુરૂનુ રાશિ પરિવર્તન અન્ય ગ્રહોની સાથે યુતિ કરીને ઘણા સારા શુભ યોગ બનાવશે. ગુરૂ ગોચર કરીને જ્યારે મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ચંદ્ર પહેલેથી જ મેષમાં છે. આ રીતે 22 એપ્રિલે ગુરૂ ગોચરથી ગુરૂ ચંદ્રની યુતિ બનશે જે ગજલક્ષ્મી યોગનુ નિર્માણ કરશે. ચંદ્ર ગુરૂની યુતિથી બની રહેલ ગજલક્ષ્મી યોગ 4 રાશિના જાતકોને અત્યંત સારું ફળ આપશે. 

ગજલક્ષ્મી યોગ ચમકાવશે આ રાશિના જાતકોનુ ભાગ્ય 

મેષ રાશિ: ગુરૂ ચંદ્રની યુતિથી બની રહેલ ગજલક્ષ્મી યોગ મેષ રાશિના જાતકોને સારા પરિણામ આપશે. નોકરીની શોધ કરી રહેલા લોકોને સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં તમારા કામના ખૂબ વખાણ થશે. વિદ્યાર્થીઓ માટે આ યોગ સફળતા અપાવનારો સાબિત થશે. પ્રેમ સંબંધો મધુર થશે. 

મિથુન રાશિ: ગજલક્ષ્મી યોગ મિથુન રાશિના જાતકોના પગારમાં વધારો કરાવશે. પ્રમોશન પણ મળી શકે છે. બિઝનેસમાં સારો નફો થઇ શકે છે. બેંકિંગ, મીડિયા ક્ષેત્રમાં સક્રિય લોકોને વધુ લાભ આપે છે. માન-સન્માન મળશે.

ધન રાશિ: ગજલક્ષ્મી યોગ ધન રાશિના જાતકોને અચાનક ધનલાભ કરાવશે. નોકરીયાત વર્ગને પ્રગતિ થશે. વેપારીઓને વિશેષ લાભ મળશે. કોઈ મોટી ડીલ ફાઈનલ થઇ શકે છે. પ્રેમ સંબંધ સારા થશે. અભ્યાસમાં મન લાગશે. 

કુંભ રાશિ: ગુરૂ ચંદ્રની યુતિથી બની રહેલ ગજલક્ષ્મી યોગ કુંભ રાશિના જાતકોને પણ લાભ આપશે. આર્થિક સ્થિતિ સારી થશે. વેપારમાં મોટી સફળતા મેળવવાના યોગ બનશે. કોઈ મહત્વના વ્યક્તિ સાથે સંપર્ક થશે,  જે તમારી કારકિર્દીમાં મોટો લાભ આપશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Gajlaxmi Yog Guru Chandra Yuti ગુરૂ ચંદ્રની યુતિ Guru Chandra Yuti

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ