ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / junagadh bhavnath mahadev melo cancle mahashivratri 2021

મહાશિવરાત્રિ / જૂનાગઢનો ભવનાથ મેળા પર પ્રતિબંધ કરાયો તો સંત-સમાજ થયો નારાજ, જુઓ શું કહ્યું

Published By: Gayatri

Last Updated: 04:43 PM, 5 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી અને સરકારી સમારંભ દરમિયાન કોઈ નિયમ નથી લાગૂ પડતા અને ભગવાનની વાત આવે એટલે તંત્રને નિયમો યાદ આવે છે. આ તે કેવા સગવડિયા નિયમો?

ADVERTISEMENT

  • જૂનાગઢ ભવનાથના મેળાને લઇ મહંત આત્મનંદજીનો હુંકાર
  • ''ભવનાથનો મેળો બંધ નહીં રહે''
  • ''ધર્મની વાત આવે એટલે આવા આદેશ કરો?''

જુનાગઢ શિવરાત્રિના મેળામાં આમ જનતાને આવા પર પ્રતિબંધના સરકારના નિર્ણયને સનાતન ધર્મ પરિષદના ઉપાધ્યક્ષએ વખોડી કાઢ્યો.

જુનાગઢ માં પરંપરા મુજબ યોજાનાર શિવરાત્રિના મેળાને આ વર્ષે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે જેને લઈને જેતપુરના નર્સિંગ મંદિરના મહંત આત્માનંદ બાપુએ વખોડી કાઢ્યો હતો. સરકાર દ્વારા આ એક મૂર્ખ બનાવવાની નીતિ હોય તેવા આક્ષેપો કર્યા હતા. ચુંટણી પત્યા બાદ તરતજ શિવરાત્રિના મેળા બંધ રાખવાની જાહેરાત કરી. 

આત્મારામ મહંતે તો જનતાને ખુલી મેળામાં આવવાનું આમંત્રણ આપ્યું

ચૂંટણીમાં સંક્રમણના ફેલાઈ ગયુ પણ શિવરાત્રિના મેળામાં ફેલાઈ જશે આવી ખોટી વાતો કરી સરકાર અને કલેકટર પોતાની જવાબદારી માંથી છટકવા માંગે છે તેવુ પણ મહંત આત્માનંદે આક્ષેપ કર્યો. આ માટે જ્યારે તંત્ર અને સાધુ સંતોની બેઠક યોજવામાં આવી ત્યારે માત્ર અમુક સંતોને બોલાવી નિર્ણય લેવડાવ્યા અને ત્યાં સુધી કે મિડિયાને પણ આ બેઠકોથી દૂર રાખવામાં આવ્યા હતા. અને આત્મારામ મહંતે તો જનતાને ખુલી મેળામાં આવવાનું આમંત્રણ આપ્યું અને ત્યાં સુધી કહ્યું કે જો પોલીસ દ્વારા રોકવામાં આવે તો પ્રોટેક્શન રાખી પણ મેળામાં આવવાં માટે આવવાં આમંત્રણ આપ્યું છે.

ધર્મની વાત આવે એટલે આવા આદેશ કરો છો

જૂનાગઢ ભવનાથ મેળાને લઇ મહંત આત્માનંદજીએ હુંકાર કર્યો છે. આત્માનંદજીએ કહ્યું કે ભવનાથ મેળો સરકારના આદેશથી બંધ નહી રહે. આત્માનંદજીએ ભાવિકોને મેળામાં આવવા હુંકાર કર્યો છે. અને આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ પોતાનું ધાર્યું કરે છે. આત્માનંદજીએ કહ્યું કે સનાતન ધર્મના પ્રસંગમાં મનમાની નહી કરવા દઇએ. ચૂંટણી સભા અને સરઘસો કાઢો છો ત્યારે કોરોના નથી નડ્યો. અને ધર્મની વાત આવે એટલે આવા આદેશ કરો છો? 

સંકળાયેલા મુદ્દાઓ

bhavnagth mahadev bhavnath mahadev junagadh mahashivratri 2021 જૂનાગઢ ભવનાથ ભવનાથનો મેળો મહાશિવરાત્રિ Mahashivratri 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ