બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'જે અમને છેડશે, અમે તેને છોડીશું નહીં...' કારગિલ વિજય દિવસ કાર્યક્રમમાં બોલ્યા જેપી નડ્ડા

ચેતવણી / 'જે અમને છેડશે, અમે તેને છોડીશું નહીં...' કારગિલ વિજય દિવસ કાર્યક્રમમાં બોલ્યા જેપી નડ્ડા

Last Updated: 06:40 PM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારગિલ વિજય દિવસ પર, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે આ દિવસ દેશભક્તિ અને બલિદાનનું ઉદાહરણ છે. કારગિલ યુદ્ધની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા તેમને જણાવ્યું કે ભારતીય સેનાએ કેવી રીતે ઊંચાઈઓ પર બેઠેલા પાકિસ્તાની સૈનિકોને માર્યા હતા.તેમને પાછળની સરકારોની સુરક્ષા નીતિની ટીકા કરતા કહ્યું કે મોદી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જો ત્યાંથી ગોળી ચલાવવામાં આવશે તો અહીંથી પણ ગોળો ચલાવવામાં આવશે.

કારગિલ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં , ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે અમે કારગિલમાં સામેલ સૈનિકોને સલામ કરીએ છીએ અને તેમને યાદ કરીએ છીએ. જ્યારે પાકિસ્તાની સેના ભારતના ઘણા સેક્ટરો પર કબજો કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આદેશ આપ્યો હતો કે આપણી સેના એ સ્થળોએ પાછી મોકલો અને ત્યાં ત્રિરંગો ધ્વજ ફરકાવે.

કારગિલ વિજય દિવસ પર જેપી નડ્ડાએ શું કહ્યું?

જેપી નડ્ડાએ કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલ યુદ્ધ હતું. પાકિસ્તાની સેના ખુબ જ ઊંચાઈ પર બેઠી હતી અને ભારતીય સેના નીચે હતી. પાકિસ્તાની સેનાને આનો ફાયદો મળી રહ્યો હતો. આ ઓપરેશન આ વાતાવરણમાં શરૂ કરવામાં આવ્યું હતું. 81 દિવસની લડાઈ પછી અમને વિજય મળ્યો.

તેમને વધુમાં કહ્યું કે જ્યારે આપણે સુરક્ષા વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે નીતિ નિર્માતાઓની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે. ઘણા નાગરિકો એવા છે જે જાણતા નથી કે જ્યારે પૂંછમાં સરહદ પર એક સૈનિક ઉભો રહેતો હતો, જ્યારે પાકિસ્તાન ગોળીબાર કરતું હતું, ત્યારે સૈનિક નાગરોટાને જાણ કરતો હતો અને નાગરોટાએ ચંડીમંદિરને જાણ કરી હતી અને ચંડીમંદિરે દિલ્હીને જાણ કરી હતી. પછી કહેવામાં આવતું હતું કે રાહ જુઓ, જ્યારે કહેવામાં આવે ત્યારે જવાબ આપો. અમે આવા નીતિ નિર્માતાઓને જોયા છે.

વધુ વાંચો : VIDEO : અંતિમવિધિ જોઈને અંતરાત્મા કકળ્યો! લાકડાંને બદલે હેરાનીભરી ચીજથી છોકરીની લાશ સળગાવાઈ

'ગોળીઓ ત્યાં સુધી ચલાવવાની રહેશે જ્યાં સુધી...'

જેપી નડ્ડાએ કહ્યું કે જ્યારથી મોદીજીએ વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો છે, ત્યારથી નક્કી કરવામાં આવ્યું છે કે જો ત્યાંથી ગોળીબાર થશે, તો આ બાજુથી ગોળાબાર કરવામાં આવશે. ગોળીબાર બંધ ન થાય ત્યાં સુધી ગોળાઓ ચલાવતા રહેશું. આ આપણું નવું સામાન્ય ભારત છે. આપણે બધા જાણીએ છીએ કે ઉરી ઘટના પછી, વડા પ્રધાને નિવેદન આપ્યું હતું કે "પાકિસ્તાન, તેં મોટી ભૂલ કરી છે, તારે તેની કિંમત ચૂકવવી પડશે." આ પહેલાં કોઈ વડા પ્રધાને આવું નિવેદન આપ્યું નહોતું.

તેમને કહ્યું કે 26/11 થી વિપરીત, અમે ડોઝિયર્સ સાથે નહોતા ગયા. ચા પીધા પછી ડોઝિયર્સ સોંપવાનો સમય પૂરો થઈ ગયો છે. આપણે બધા જાણીએ છીએ કે આ પછી ભારતે બદલો લીધો અને પાકિસ્તાનના લોન્ચ પેડ્સનો નાશ કર્યો. પુલવામા પછી પણ આવું જ થયું. પહેલગામ પછી, વડા પ્રધાને કહ્યું હતું કે આ ઘટના પછી, પાકિસ્તાનને કિંમત ચૂકવવી પડશે અને તેને કલ્પના બહારનો જવાબ મળશે. તમને યાદ હશે કે વડા પ્રધાને કહ્યું હતું, "હમ ઘર મેં ઘુસ કર મારેંગે.

તેમને કહ્યું કે પીએમ મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે જે કોઈ પણ આપણને હેરાન કરશે તેને અમે છોડશું નહીં. તેમને એમ પણ કહ્યું કે પરમાણુ બોમ્બની ધમકીઓ આપવાનું બંધ કરો. અને સૌથી મહત્વની વાત એ છે કે ઓપરેશન સિંદૂર હજુ સમાપ્ત થયું નથી. તેથી, લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે નીતિ નિર્માતાઓની યોગ્ય પસંદગીથી દેશ કેવી રીતે બદલાય છે. તેમણે એમ પણ કહ્યું કે 10 વર્ષમાં સરહદી વિસ્તારોમાં 8,000 કિમી રોડ પૂર્ણ થયો છે. 400 થી વધુ ડબલ લેન પુલ પૂર્ણ થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Modi government security policy JP Nadda statement Kargil Day 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ