બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / વિશ્વ / jonny depp wins case against ex wife amber heard in defamation case here are the details

સત્યમેવ જયતે / પૂર્વ પત્ની એમ્બર સામે કેસ જીત્યો જોની ડેપ, 116 કરોડનું વળતર મળશે, કહ્યું કોર્ટે મારી જિંદગી પાછી આપી

Published By: Mayur

Last Updated: 12:24 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોલીવુડનાં જેક સ્પેરો તરીકે જાણીતા અભિનેતા Jonny Depp નો પત્ની Amber Heard Case સામે બદનક્ષીના દાવાનાં કેસમાં વિજય થયો છે અને વળતર રૂપે 15 મિલિયન ડોલર્સ મળશે.

  • પૂર્વ પત્ની સામે કેસ જીત્યો જોની ડેપ 
  • વળતર રૂપે એમ્બર હર્ડ ચૂકવશે 15 મિલિયન ડોલર્સ 
  • એમ્બર હર્ડને પણ કાઉન્ટર સૂટ પર મળશે 2 મિલિયન ડોલર્સ 

હોલીવુડ અભિનેતા જોની ડેપ અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ વચ્ચે કોર્ટમાં ચાલેલી લાંબી લડાઈ અંતે જોનીની તરફેણમાં પૂરી થઈ છે. ટ્રાયલમાં જ્યુરીએ ડેપની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જોની ડેપે અભિનેતા એમ્બર હર્ડ સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, જે તેણે આખરે જીતી લીધો છે.

જોની ડેપને મળશે 15 મિલિયન ડોલર્સ

જ્યુરીએ જોની ડેપને 15 મિલિયન યુએસ ડોલર (આશરે રૂ. 1,16,33,46,750) નુકસાની ચૂકવવાનો આદેશ આપ્યો છે. તો સામે જ્યુરીએ એમ્બર હર્ડને તેના કાઉન્ટરસુટ પર 2 મિલિયન યુએસ ડોલર (આશરે 15,51,12,900 રૂપિયા) ચૂકવવા માટે પણ કહ્યું છે.

શું છે આખો મામલો?

તમને જણાવી દઈએ કે એમ્બર હર્ડે દાવો કર્યો હતો કે ડેપે લગ્ન પહેલા અને પછી તેનું શોષણ કર્યું હતું. ડેપના વકીલે તેની બદનક્ષી કરી હતી અને તેણે જોનીના બદનાક્ષીના આરોપને ખોટો ગણાવ્યો હતો. આ પછી એમ્બર હર્ડે જોની ડેપ પર ઘરેલું શોષણનો કેસ પણ કર્યો હતો.


2018 માં દાખલ કર્યો કેસ

58 વર્ષીય 'પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન' સ્ટાર જોની ડેપે ડિસેમ્બર 2018ના ઑપ-એડમાં ફેરફેક્સ કાઉન્ટી સર્કિટ કોર્ટમાં હર્ડ સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. ડેપે હર્ડ પર 50 મિલિયન ડોલર્સનો દાવો માંડ્યો હતો, તેણે એવી દલીલ કરી હતી કે તેણે વોશિંગ્ટન પોસ્ટ અખબારમાં હર્ડ દ્વારા ડેપને ઘરેલું હિંસાનું પ્રતિનિધિત્વ કરતી જાહેર વ્યક્તિ કહીને તેણે બદનામ કર્યો હતો.


જોની ડેપે રજૂ કર્યો પોતાનો પક્ષ 

તે જ સમયે, 36 વર્ષીય અભિનેત્રી હર્ડે 100 મિલિયન ડોલર્સનો દાવો દાખલ કરતા કહ્યું કે ડેપના વકીલે તેના આરોપોને છેતરપિંડી કહીને બદનામ કર્યા છે. તે જ સમયે, ડેપે હર્ડ અથવા કોઈપણ મહિલા સાથે હિંસા કર્યાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે અમારા સંબંધોમાં તે પોતે હિંસક બની હતી.


બંનેએ 2015માં લગ્ન કર્યા હતા

જોકે, જ્યુરીએ ચુકાદો આપ્યો ત્યારે જોની ડેપ કોર્ટરૂમમાં હાજર ન રહ્યા હતા. જ્યારે, એમ્બર હર્ડ હાજર હતા. નિર્ણયની જાહેરાત થયાના થોડા સમય પછી, જોની ડેપે તેના ફેસબુક એકાઉન્ટ પરથી એક નિવેદન પોસ્ટ કર્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે કોર્ટ જયુરીએ મને મારી જિંદગી પછી આપી છે. 


ડેપ અને હર્ડ 2011 માં ફિલ્મ 'ધ રમ ડાયરી'ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા અને ફેબ્રુઆરી 2015 માં લગ્ન કર્યા હતા. જો કે લગ્નના લગભગ બે વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Hollywood johnny depp amber heard johnny depp court case જોની ડેપ એમ્બર હર્ડ jonny depp amber heard case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ