બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jitu Waghan made a big statement on the issue of government recruitment
ADVERTISEMENT
ગુજરાતમાં સરકારી ભરતીઓને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે કહ્યું કે સમગ્ર મામલે મુખ્યમંત્રીએ વિભાગો પાસેથી માહિતી મંગાવી છે. સાથેજ રાજ્યમાં તબક્કાવાર ભરતીઓ પણ કરવામાં આવશે તેવું પણ જીતુ વાધાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હાલ ભરતીઓની જાહેરાત થઈ રહી છે.
ખેડૂતોને સહાય મળી તેનો ઉલ્લેખ
ADVERTISEMENT
આ સિવાય જીતુ વાઘાણીએ જણાવ્યું કે વરસાદ બાદ સૌરાષ્ટ્ર સહિતનાં સાતથી આઠ જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું જેમા સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવી છે. જીતુ વાઘાણીએ કહ્યું કે કુદરત રૂઠે ત્યારે ખેડૂતો પર જે મુશ્કેલી આવે છે તેની સામે તે ખેડૂત ફરીથી ઊભો થઈ શકે તેનાં માટે આ મદદની જાહેરાત કરવામાં આવી છે. વાઘાણીએ કહ્યું કે ખેડૂતોની અરજી કરવાનો ખર્ચ પણ સરકાર જ ભોગવશે.
રોડ રસ્તાનાં કામ દિવાળી પહેલા પૂરા કરવાના આદેશ
ADVERTISEMENT
આ સાથે જ વાઘાણીએ જણાવ્યું કે કેબિનેટ મીટિંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી પૂર્ણેશ મોદી સહિત આખા મંત્રાલયને રોડ રસ્તાને લઈને સૂચના આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં દરેક ગામડા અને શહેરમાં દિવાળી પહેલા જ રિપેરિંગ કામ પૂરા કરવાના આદેશ આપ્યા છે.
આગામી સમયમાં મોટા પાયે થશે ભરતીઓ
ADVERTISEMENT
વાઘાણીએ વધુમાં કહ્યું કે હાલમાં ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે અને આગામી સમયમાં હજુ પણ તબક્કાવાર ભરતીઓની જાહેરાત કરવામાં આવશે.
આ સિવાય CM પટેલે શું આદેશ આપ્યા
ADVERTISEMENT
આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાણ-ખનીજ વિભાગ અને GIDC ના પડતર પ્રશ્નો ઝડપથી પૂર્ણ કરવા માટે પણ આદેશ આપ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.