બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાગેડુ લગ્ન નોંધણી મુદ્દે જીતુ વાઘાણીનું મોટું નિવેદન, કહ્યું 'ટૂંક સમયમાં સરકાર...'

ગાંધીનગર / ભાગેડુ લગ્ન નોંધણી મુદ્દે જીતુ વાઘાણીનું મોટું નિવેદન, કહ્યું 'ટૂંક સમયમાં સરકાર...'

Vishal Khamar

Last Updated: 04:21 PM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ સાથે પાટીદાર સમાજ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. આજે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટની બેઠકમાં વિચારણા કરવામાં આવી હતી. તેમજ આ મુદ્દે ટૂંક સમયમાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે તેમ જીતુ નાઘાણીએ જણાવ્યું હતું.

રાજ્યમાં ભાગેડું લગ્ન નોંધણીમાં ફેરફાર કરવાની સમાજો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ મુદ્દે વિચારણા કરવામાં આવી હતી. આ બાબતે વધુ માહિતી આપતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાગેડુ લગ્ન નોંધણીને લઈ હાલ સરકાર વિચારણામાં છે. ડેમત DyCm હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી કૌશિક વેકરીયા આ મામલે બેઠક કરી રહ્યા છે. તમામ સમાજોની સાથે રજૂઆત મળી છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. સરકાર ટૂંક સમયમાં ભાગેડું લગ્ન નોંધણી મુદ્દે નિર્ણય કરશે.

સરકાર સાથે સમાજ ને પણ જાગૃત રહેવાની જરૂર : વાઘાણી

તેમજ સગીર દિકરીઓએ સગર્ભા થવાની બાબત ખૂબ જ ગંભીર છે. સરકાર સાથે સમાજને પણ જાગૃત રહેવાની જરૂર છે. સંમતિ અને અસંમતિ બાબત હોઈ શકે છે. આંખ ઉઘાડનારી ઘટના છે સરકાર જે કરવાનું છે તે કામ કરી રહી છે. જરૂરી નિયમો સખ્તાઈથી અમલ થાય. વિજ્ઞાન પ્રમાણે લોકોનો ગ્રોથ થતો હોય છે. પાછલી પેઢીઓને અસર થાય છે. સરકાર આ બાબત સંવેદનાથી લઈ રહી છે. મુશ્કેલીનો સામનો કુટુંબે કરવો પડે છે. સહિયારી રીતે લોકો સામે મુદ્દો મુકવો જોઈએ.

ભાગીને થતા લગ્ર મુદ્દ પાટીદાર અગ્રણી વરૂણ પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું કે, અમે સરકારને રજૂઆત કરી હતી કે, અને નાયબ મુખ્યમંત્રી શ્રીએ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જ ભાગેડુ લગ્નપ્રથામાં તમે લોકોએ જે સાથ-સુધારા સૂચવ્યાં છે એ સુધારાના અનુસંધાનમાં કાયદો બનાવવામાં આવશે. અને મોટા ભાગની માંગણીઓ સરકારે માન્ય રાખી. કાલે કદાચ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવશે અને ગુજરાતમાં લાખો-કરોડો દીકરીઓનું જે જીવન બરબાદ થતું હતું તે જીવન બરબાદ થતું કાલથી અટકી જશે. એવા અમે આશાવાદી છીએ.'

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કરી રજુઆત

દીકરીઓ દ્વારા ભાગીને લગ્ન કરવા મુદ્દે પ્રતિક્રિયા આપતા પૂર્વ મંત્રી વલ્લભ કાકડીયાએ જણાવ્યું હતું કે, માંગીને ગાડી લઇને ફરતા હોય, અને આ દીકરીઓને ફસાવી અને જે લગ્ન કરે છે ભગાડીને એના અનુસંધાનમાં અમે સરકારને રજૂઆત કરી. મા-બાપની સંમતિ લેવી જરૂરી છે. કોઇ પણ દીકરી, કે જેને 20-25 વર્ષ પાળીને મોટી કરી હોય, અને પછી ગમે ત્યાં ભાગી જાય, અને પછી જ્યારે પોલીસમાં ફરિયાદ થાય, પોલીસમાં મળવાનું થાય તો હું ઓળખતી નથી. આવા પ્રસંગો બનતા હોય છે. એટલે મે રજૂઆત કરી કે કાયદો બનાવો, અને મા-બાપની સંમતિ લઇ અને ભલે એની દીકરીને જ્યાં લગ્ન કરવા હોય ત્યાં કરે, પરંતુ મા-બાપની સંમતિ લઇને જ લગ્ન થાય એનું રજિસ્ટ્રેશન કરવું જેવી રજૂઆત કરી.'

Gandhinagar News: ભાગીને લગ્ન કરતા પ્રેમીઓ માટે એક એવા સમાચાર સામે આવ્યા છે કે જેને જાણીને ચોંકી જવાશે. ભાગીને થતા લગ્નના રજિસ્ટ્રેશન મામલે મામલે ગુજરાતની સરકાર નિયમ બદલવા જઈ રહી છે. આ અંગે સરકાર કેબિનેટની મંજૂરી બાદ સત્તાવાર જાહેરાત કરશે. આવતી કાલે થનારી કેબિનેટ બેઠકમાં સુધારેલા નિયમો રજૂ થઈ શકે છે.

ભાગીને થતા લગ્ન બાદ રજિસ્ટ્રેશનના વિષયમાં સરકાર નિયમ બદલવાની તૈયારી કરી રહી છે. આવતી કાલે સરકારની કેબિનેટ બેઠકમાં આ અંગેના સુધારેલા નિયમોની રજૂઆત થઈ શકે છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકાર આ અંગેની સત્તાવાર જાહેરાત કરશે. હવે ગુજરાતમાં ભાગીને કરેલા લગ્નનું માતાપિતાની મંજૂરી વિના રજિસ્ટ્રેશન થશે નહીં. એટલે કે પ્રેમ લગ્ન કરવા માટે માતાપિતાની મજૂરી ફરજિયાત બની શકે છે.

vtv app promotion

અગાઉ પણ ભાગીને લગ્ન કરવા અંગે કે પ્રેમલગ્ન અંગે રાજ્યમાં ઘણી ચર્ચાઓ થઈ છે. ત્યારે પ્રેમ લગ્ન બાબતે માતા પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રતિબધ્ધ જણાઈ રહી છે. આવતીકાલે કેબિનેટની બેઠકમાં સુધારેલા નિયમો રજૂ કરવામાં આવી શકે છે. સુધારેલા નિયમો પ્રમાણે, ભાગીને લગ્ન કરનારના રજિસ્ટ્રેશન પહેલા તેમના માતા-પિતાને નોટિસ મોકલવામાં આવશે. સાથે જ માતા-પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. ઉપરાંત યુવતીના આધારકાર્ડમાં જે સરનામું હશે, એ સરનામા પ્રમાણેની કચેરીમાં જ લગ્નની નોંધણી થશે.

આ પણ વાંચો: 'લાલા'ના દર્શને જનારા ભક્તો ખાસ વાંચે, દ્વારકાધીશના દર્શન સમયમાં કરાયો ફેરફાર

આજે સાંજે આ અંગે કાયદામંત્રી અને કાયદાશાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠક થવાની છે. સાંજની બેઠકમાં પ્રેમ લગ્નના રજિસ્ટ્રેશન અંગેનો જે ડ્રાફ્ટ તૈયાર થશે, તે આવતીકાલની કેબિનેટ બેઠકમાં મૂકવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

runaway marriage registration Gandhinagar news marriage registration
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ