બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / jio new work from home plan three add on plan

ફાયદો / JIO તેના ગ્રાહકો માટે લઈને આવ્યું બેસ્ટ વર્ક ફ્રોમ હોમ પ્લાન્સ, માત્ર 151 રૂપિયામાં મળશે 30 જીબી ડેટા

Noor

Last Updated: 11:41 AM, 9 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ દેશમાં લોકડાઉનને કારણે ડેટાની માંગ ખૂબ જ વધી ગઈ છે. એવામાં રિલાયન્સ જિયોએ વર્ક ફ્રોમ હોમનો નવો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં કંપનીએ એક વાર્ષિક વર્ક ફ્રોમ હોમ પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં દરરોજ 2 જીબી ડેટા મળશે.

  • જિયો તેના ગ્રાહકોની જરૂર મુજબ નવા નવા પ્લાન લાવતું રહે છે
  • હવે વર્ક ફ્રોમ હોમના વાર્ષિક પ્લાનમાં જિયોએ શરૂ કરી આ સુવિધા
  • ગ્રાહકો એડ-ઓન પ્લાન લઈને વધુ ડેટાનો આનંદ માણી શકશે

રિલાયન્સ જિયોએ કેટલાક એડ-ઓન પ્લાન્સ પણ લોન્ચ કર્યાં છે. જેમાં એન્યુઅલ પ્લાન લીધા બાદ પણ રિચાર્જ કરાવી શકાય છે. જિયોના ત્રણ એડ-ઓન પ્લાન્સ છે. 151 રૂપિયાનો, 201 રૂપિયાનો અને 251 રૂપિયાનો પ્લાન. હવે જિયોના 2399 રૂપિયાના વાર્ષિક વર્ક ફ્રોમ હોમ પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝર્સને રોજ 2 જીબી ડેટા મળશે. સાથે જ વોઈસ કોલ અને એસએમએસ અનલિમિટેડ રહેશે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની હશે. 

કંપનીની પાસે 2121 રૂપિયાનો એક વધુ વાર્ષિક વર્ક ફ્રોમ હોમ પ્લાન છે. જેમાં દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 336 દિવસની છે. આ પ્લાનમાં પણ વોઈસ કોલ અને એસએમએસ અનલિમિટેડ રહેશે. 

હવે કંપનીના એડ-ઓન પ્લાન્સનની વાત કરીએ તો 151 રૂપિયાના રિચાર્જ પર 30 જીબી ડેટા મળશે. આ ડેટાની વેલિડિટી તમને બેસિક વર્ક ફ્રોમ હોમ પ્લાનના આધારે મળશે. એટલે કે, 365 દિવસની વેલિડિટી હશે તો આ ડેટા ત્યાં સુધી ચાલશે અને જો તમે રોજનું 2 જીબી ડેટા વાપરી લીધું હશે તો પછી તમારા 151 રૂપિયા એડ-ઓન પ્લાનમાંથી મળતાં 30 જીબીમાંથી ડેટા કપાશે. જ્યારે આજ રીતે 201 રૂપિયાના એડ-ઓન પ્લાનમાં 40 જીબી ડેટા અને 251 રૂપિયાના પ્લાનમાં 50 જીબી ડેટા મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Jio data Work from home data jio lockdown new work from home plan benefit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ