બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / jammu kashmir diwali 2023 pm modi celebrate diwali with soldiers at loc

ઉજવણી / આજે LoC ખાતે PM મોદી દેશના જવાનો સાથે ઉજવશે દિવાળી, જુઓ અત્યાર સુધીમાં ક્યારે-ક્યારે જમ્મુ આવી ચૂક્યાં?

Arohi

Last Updated: 08:11 AM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diwali 2023: પ્રધાનમંત્રી આજે દેશના જવાનો સાથે દિવાળી સેલિબ્રેટ કરશે. તે બપોર પછી દિલ્હી પરત ફર્યા પહેલા સૈનિક સન્મેલનને પણ સંબોધિત કરશે.

  • LOC પર દિવાળી ઉજવશે PM મોદી 
  • દેશના જવાનો સાથે PM મોદી કરશે ઉજવણી
  • જુઓ અત્યાર સુધીમાં ક્યારે-ક્યારે જમ્મુ આવી ચૂક્યાં?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષે દિવાળી જમ્મુમાં LOC પર ભારતીય જવાનો સાથે ઉજવશે. પ્રધાનમંત્રીના આ પ્રવાસને લઈને ઓફિશ્યલ રીતે સેના કે જમ્મુ કાશ્મીર પ્રશાશને શનિવારે રાત સુધી કોઈ નિવેદન આપ્યું ન હતું પરંતુ સંબંધિત સૈન્ય યુનિટમાં તેમના આગમનની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. 

PM મોદી જવાનોની સાથે ખાશે દિવાળીની મીઠાઈ
સંબંધિત સૂત્રોએ જણાવ્યું કે પ્રધાનમંત્રી જ્યૌડિયાના રક્ખ મુટ્ઠી ક્ષેત્રમાં સેનાના જવાની સાથે દિવાળીની મીઠાઈ ખાશે. તે બપોર બાદ દિલ્હી પરત ફરતા પહેલા એક સૈનિક સન્મેલનને પણ સંબોધિત કરશે. 

પ્રધાનમંત્રી પદ પર આવ્યા બાદ પ્રધાનમંત્રી મોદી દર વર્ષે દિવાળી આંતરરાષ્ટ્રીય બોર્ડર, નિયંત્રણ રેખા પર અથવા તો વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈનિકોની સાથે જ ઉજવે છે. 

ક્યારે ક્યારે દિવાળી ઉજવવા જમ્મુ આવ્યા PM મોદી? 
પ્રધાનમંત્રીએ વર્ષ 2014માં સિયાચિન ગ્લેશિયરમાં વર્ષ 2015માં પંજાબના અમૃતસરમાં, વર્ષ 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અને વર્ષ 2017માં કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. 

ત્યાર બાદ વર્ષ 2018માં પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના કેદારનાથમાં અને વર્ષ 2019માં જમ્મુ સંભાગના રાજૌરીમાં સેનાના જવાનો સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. પ્રધાનમંત્રીએ વર્ષ 2020માં દિવાળી રાજસ્થાનથી જેસલમેરમાં ઉજવી, વર્ષ 2021માં રાજૌરી જિલ્લાના નૌશહરા અને વર્ષ 2022માં કારગિલમાં દિવાળી ઉજવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ