બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / અમદાવાદ / Jalyatra of Lord Jagannath will be held in Ahmedabad tomorrow.

146મી રથયાત્રા / આવતીકાલે અમદાવાદમાં યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા, ષોડશોપચાર સાથે કરાશે પૂજાવિધિ

Malay

Last Updated: 08:41 AM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Rath Yatra: અમદાવાદમાં આવતીકાલે રવિવારે સવારે આઠ વાગ્યે ભગવાનની જળયાત્રા યોજાશે. સાબરમતી નદીના ભૂદરના આરે ગંગાપૂજન થશે. ત્યાર બાદ 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે અને ષોડશોપચાર પૂજા વિધી કરવામાં આવશે.

 

  • આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા
  • જળયાત્રાને લઈ જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ
  • સાબરમતી નદી કિનારે સવારે 8થી 10 વાગ્યા સુધી થશે પૂજા

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ જળયાત્રા યોજાવાની છે. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે સવારે 8થી 10 વાગ્યા સુધી સાબરમતી નદીના કિનારે પૂજા કરવામાં આવશે. 

વિધિમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે
108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. જેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ષોડશોપચાર પૂજા વિધી કરવામાં આવશે. આરતી બાદ ભગવાન જગન્નાથને મોસાળ મોકલવામાં આવ્યા હતા. જળયાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, સહિત શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર અને ભાજપ સંગઠનના નેતાઓ હાજર રહેશે.

146મી રથયાત્રાના યજમાન બન્યા છે ઘનશ્યામ પટેલ  
રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવવિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ બન્યા છે. છેલ્લાં 10 વર્ષથી તેઓ યજમાન બનવાની રાહ જોતા હતા. આ વર્ષે શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલનું ડ્રોમાં નામ ખૂલતાં પરિવારમાં આનંદનો માહોલ છે. 

Preparations nearing completion in Ahmedabad, flowers showered by helicopters, something like this will be the view of...

કંઇક આવો નજારો હશે મામેરાની શોભાયાત્રાનો
ભગવાનના વાઘા દર વર્ષે અલગ અલગ થીમ પર તૈયાર થાય છે. આ વર્ષે મરુન, પીળા રંગમાં હેન્ડવર્કથી વાઘામાં મોરની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મામેરા દરમિયાન ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં 15 હાથી આગળ રહેશે અને હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા કરાશે. કનૈયા જશોદાની થીમ પર મામેરું તૈયાર કરાયું છે. શોભાયાત્રા માટે આ થીમ પર ડ્રેસકોડ રહેશે. જેના માટે 4,000 સાડી અને 2,000 ડ્રેસ તૈયાર કરાયા છે. 700 ઝભ્ભા અને 700 સાડી સાથે કનૈયા અને જશોદા તૈયાર થશે. 

બનાવવામાં આવ્યા છે  ભગવાનના નવા રથો 
આ વખતે ભગવાનના નવા રથો બનાવવામાં આવ્યા છે. 72 વર્ષ બાદ નવા રથમાં બેસીને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છેઆ વખતે ભગવાન નવા રથમાં બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપશે. નગરજનો પણ નવા રથમાં નાથને જોવા માટે આતુર છે. 

Full preparations for the 146th Rath Yatra of Lord Jagannath

સાગ અને સિસમના લાકડાથી બનાવવામાં આવ્યા છે રથ
ભગવાનના રથ બનાવવા માટે સાગ અને સિસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સીસમનું લાકડું સખત, ટકાઉ હોય છે. તે સડા અને કિટાણું રોકીને ઘણું વધુ ટકાઉ બને છે, માટે તેનો ઉપયોગ પૈંડા બનાવવા માટે કરવામાં આવ્યો છે. રથ બનાવવા માટે 400 ઘનફૂટ જેટલું સાગનું લાકડું અને 150 ઘનફૂટ સિસમનું લાકડું ઉપયોગ કરાયું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Jagannath Rath Yatra ahmedabad jalyatra અમદાવાદ આવતીકાલ જળયાત્રા જગન્નાથજીની જળયાત્રા જગન્નાથજીની રથયાત્રા Ahmedabad Rath Yatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ