બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સુરત / Jagadguru Vallabhacharya school teacher in Kapodra, Surat molested a student

ચેતજો / સુરતના કાપોદ્રામાં શિક્ષકે કર્યા વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા, લંપટ નિરવ વૈષ્ણવની ધરપકડ

Vishnu

Last Updated: 11:58 PM, 30 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીકરી વારંવાર કહેતી હતી કે શિક્ષક અડપલાં કરે છે, તેના શરીરને અડે છે પણ પરિવારને એમ હતું કે શાળાએ ન જવાના બહાના છે.

  • સુરતમાં શિક્ષકના વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા
  • કાપોદ્રાની જગદગુરૂ વલ્લભાચાર્ય શાળાની ઘટના
  • લંપટ શિક્ષક નિરવ વૈષ્ણવ સામે ફરિયાદ દાખલ

વરાછામાં અશ્વનિકુમાર રોડ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ધો. 7 માં અભ્યાસ કરતી 12 વર્ષિય વિદ્યાર્થિનીની વર્ગ શિક્ષકે જ છેડતી કરી હતી. શિક્ષકે શરીર પર હાથ ફેરવી અડપલાં કરતા વિદ્યાર્થિની ડરીને સ્કૂલ જવાની ના પાડતી હતી,સમગ્ર મામકે વિદ્યાર્થીની ના દાદી એ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ની પોકસો સહિતના ગુન્હામાં ધરપકડ કરી છે.

દીકરીએ પરિવારને જાણ કરી પણ પરિવાર બહાનું સમજ્યો
અશ્વનિકુમાર રોડ વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં 12 વર્ષની દીકરી એ કે રોડ ઉપર આવેલી જગદગુરુ વલ્લભાચાર્ય સ્કૂલમાં ધોરણ 7 માં અભ્યાસ કરે છે. તેનો વર્ગ શિક્ષક નિરવ વૈષ્ણવ છે.એકાદ મહિના પહેલા વિદ્યાર્થીનીએ તેની દાદીને કહ્યું હતું કે તે ક્લાસમાં અભ્યાસ કરતી હોય ત્યારે નિરવ સર તેના શરીરે હાથ ફેરવી અડપલાં કરે છે તેથી સ્કુલે નથી જવું. તેની દાદીને એવું લાગ્યું કે છોકરીને સ્કૂલે નથી જવું એટલે બહાનું કાઢતી હશે.

ભોગ બનનાર દીકરીની દાદીએ નોંધાવી પોલીસ ફરિયાદ
વિદ્યાર્થીની એ વારંવાર આવી વાત કરીને સ્કૂલે જવાનું ના પાડતી હતી. બે દિવસ પહેલા તેની દાદી વતન રાજકોટ ગઈ હતી. તે દિવસે વિદ્યાર્થીની સ્કૂલે ગઈ ત્યારે શિક્ષક નિરવે ફરીથી અડપલાં કર્યા હતા. બીજી તરફ દાદી સુરત પરત ફર્યા ત્યારે વિદ્યાર્થીનીએ તેમની સાથે વાત કરી હતી. અને કહ્યું હતું કે ગઈ કાલે પણ સરે તેની સાથે અડપલાં કર્યા હતા. તેથી  દાદીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નિરવ વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને નિરવની અટકાયત કરી છે.

બાળકની વાતમાં બાંધછોડ ન કરો
દીકરીની પીડાની કહાની અનેક સવાલ ઊભા કરે છે. વારંવાર કહેવાય છતાંય પણ પરિવાર દીકરીની વાતને અલગ જ રૂપ સમજી રહ્યો હતો, પરિવારને એમ હતું કે શાળાએ ન જવા માટે દીકરી બહાના કરી રહી છે. જેનો સીધો લાભ લંપટ શિક્ષક નિરવ વૈષ્ણવ ઉપાડી રહ્યો હતો. અને દીકરીને પોતાના વિકૃત હવસનો શિકાર બનાવી રહ્યો હતો.પણ આખરે શિક્ષકની પાપલીલાનો ભાંડો ફૂટ્યો છે.હવે તે જેલના સળિયા ગણી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ