બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / Israel PM Netanyahu declares war: 'Enemy will pay price', air force strikes on Gaza

BIG BREAKING / ઈઝરાયલના PM નેતાન્યાહુએ યુદ્ધનું એલાન કર્યું: કહ્યું 'દુશ્મને કિંમત ચૂકવવી પડશે', ગાઝાપટ્ટી પર એરફોર્સ દ્વારા તાબડતોબ હુમલા

Megha

Last Updated: 03:26 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરતાંની સાથે જ હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ 'ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ' શરૂ કર્યું છે. ડઝનબંધ ફાઈટર પ્લેન વડે ગાઝા પટ્ટીમાં અનેક સ્થળો પર હુમલો કરવામાં આવી રહ્યો છે.

  • હમાસના આતંકી હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની સ્થિતિ જાહેર કરી
  • સાથે જ ઈઝરાયેલની સેનાએ 'ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ' શરૂ કર્યું

પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા પાંચ હજાર રોકેટ છોડવા અને આતંકવાદીઓની ઘૂસણખોરી બાદ ઈઝરાયેલે યુદ્ધની સ્થિતિ જાહેર કરી છે. આ સાથે ઈઝરાયેલની સેનાએ 'ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ' શરૂ કર્યું છે. હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશનની જાહેરાત કરતાંની સાથે જ ઈઝરાયેલની વાયુસેનાએ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને નિશાન બનાવીને ડઝનબંધ ફાઈટર પ્લેન વડે ગાઝા પટ્ટીમાં અનેક સ્થળો પર હુમલો કર્યો છે.

મહત્વનું છે કે આતંકવાદી સંગઠન હમાસે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો છે જેની ઈઝરાયેલને અપેક્ષા નહોતી, જેને કારણે દક્ષિણ ઈઝરાયેલમાં ભારે વિનાશ થયો છે. ઈઝરાયેલના રક્ષા મંત્રીએ શનિવારે કહ્યું કે આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે. તેણે દાવો કર્યો હતો કે ઈઝરાયેલ આ યુદ્ધ જીતશે.

તેલ અવીવમાં ઇઝરાયલી સૈન્ય મુખ્યાલયમાં કેબિનેટની બેઠક બાદ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે ચેતવણી આપી હતી કે હમાસે આજે સવારે દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલ પર રોકેટ હુમલા કરીને મોટી ભૂલ કરી છે.

ગાઝા પર શાસન કરનારા આતંકવાદી જૂથ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે વર્ષોના સૌથી ગંભીર તણાવમાં રહ્યો છે પણ આ વખતે હમાસના બંદૂકધારીઓએ અનેક સ્થળોએ સરહદ પાર કરીને ઇઝરાયેલમાં પ્રવેશ કર્યો. ગેલન્ટે કહ્યું કે "ઇઝરાયેલ આ યુદ્ધ જીતશે" 

જણાવી દઈએ કે શનિવારે સવારે પેલેસ્ટિનિયન હથિયાર જૂથ હમાસે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા કર્યા હતા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા હતા. હમાસે હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને ઈઝરાયેલ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ગણાવી છે.

હમાસે લગભગ 20 મિનિટમાં ગાઝા પટ્ટી પરથી 5,000 રોકેટ છોડ્યા હતા. એટલું જ નહીં, તેઓએ ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી અને કેટલાક સૈન્ય વાહનોને કબજે કર્યા. આ સિવાય પાંચ ઈઝરાયેલ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. હુમલામાં લગભગ 5 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જેના જવાબમાં ઈઝરાયેલે પણ ચાર્જ સંભાળી લીધો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ