ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઈઝરાયેલના રાજકારણમાં મોટો ઉલટફેર: સત્તા બચાવવા નેતન્યાહુનો નવો દાવ, કિંગમેકર બનશે અરબ પક્ષો?

વિશ્વ / ઈઝરાયેલના રાજકારણમાં મોટો ઉલટફેર: સત્તા બચાવવા નેતન્યાહુનો નવો દાવ, કિંગમેકર બનશે અરબ પક્ષો?

Published By: Pravin Joshi

Last Updated: 04:22 PM, 29 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયેલની ચૂંટણીમાં બહુમતી ન મળતા વડાપ્રધાન નેતન્યાહુએ સત્તામાં ટકી રહેવા વિપક્ષ સાથે મળી રાષ્ટ્રીય એકતા સરકાર રચવાનો 'પ્લાન-B' તૈયાર કર્યો છે.

ADVERTISEMENT

ઈઝરાયેલમાં 2026ની સંસદીય ચૂંટણીઓ બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પોતાના જમણેરી ગઠબંધનને સ્પષ્ટ બહુમતી ન મળતા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સત્તામાં ટકી રહેવા માટે એક નવો અને આશ્ચર્યજનક ‘પ્લાન-B’ તૈયાર કર્યો છે. મળતી માહિતી મુજબ નેતન્યાહુ હવે વિપક્ષી નેતા ગાદી આઈઝનકોટને સાથે રાખીને રાષ્ટ્રીય એકતા સરકાર (યૂનિટી ગવર્નમેન્ટ) રચવાની શક્યતાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. નેતન્યાહુનું પરંપરાગત ગઠબંધન એકલા હાથે સરકાર બનાવી શકે તેમ ન હોવાથી આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

netanyahu death Fack News

બહુમતીના આંકડા અને રાજકીય સમીકરણો

ઈઝરાયેલની 120 બેઠકો ધરાવતી સંસદ 'નેસેટ'માં નેતન્યાહુના જમણેરી જૂથને 53 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે આઈઝનકોટના નેતૃત્વ હેઠળના વિપક્ષી જૂથને 48 બેઠકો મળી શકે તેમ છે. આ સિવાય અરબ નેતાઓની પાર્ટીઓને કુલ 19 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈઝરાયેલમાં સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 61 બેઠકોનું સમર્થન જરૂરી છે. હાલની સ્થિતિમાં કોઈ પણ એક જૂથ સ્પષ્ટ બહુમતી ધરાવતું ન હોવાથી ગઠબંધન માટેની વાટાઘાટો અત્યંત જટિલ બની ગઈ છે.

Benjamin-Netanyahu

રાષ્ટ્રીય એકતા સરકારની યોજના અને વિકલ્પો

નેતન્યાહુના નજીકના સાથીઓ એવી વ્યવસ્થા ગોઠવવા માંગે છે જેમાં આઈઝનકોટ સરકારનો મહત્વનો હિસ્સો બને, જોકે આઈઝનકોટ અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ નેતન્યાહુના નેતૃત્વ હેઠળ કામ કરવા ઈચ્છતા નથી. આમ છતાં, હાલ બે મુખ્ય વિકલ્પો પર ચર્ચા ચાલી રહી છે:

રોટેશન ફોર્મ્યુલા: સરકારના પ્રથમ બે વર્ષ સુધી નેતન્યાહુ વડાપ્રધાન પદે રહેશે અને ત્યારબાદ બાકીના સમયગાળા માટે આઈઝનકોટ વડાપ્રધાન પદ સંભાળશે.

મહત્વનું મંત્રીપદ: નેતન્યાહુ આખા કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન પદે યથાવત રહેશે અને આઈઝનકોટને સરકારમાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને નિર્ણાયક મંત્રાલય સોંપવામાં આવશે.

આ પ્રસ્તાવિત સરકારમાં પ્રારંભિક તબક્કે નેતન્યાહુ, આઈઝનકોટ, ઈતામાર બેન-ગ્વિર અને બેઝલેલ સ્મોટ્રિચનો સમાવેશ થઈ શકે છે. આ ગઠબંધનમાંથી કટ્ટરપંથી (અલ્ટ્રા-ઓર્થોડોક્સ) પક્ષોને હાલ પૂરતા બહાર રાખવાની યોજના છે, જેની પાછળ લશ્કરી ભરતીનો વિવાદ જવાબદાર છે. ઈઝરાયેલમાં કટ્ટરપંથી યહૂદી પુરુષોને લાંબા સમયથી સેનામાં ભરતીમાંથી છૂટછાટ મળતી આવી છે, જે ગંભીર વિવાદનો મુદ્દો છે. નેતન્યાહુના સહયોગીઓનું માનવું છે કે આ પક્ષોને બાદ રાખીને જ સેનામાં ભરતી અંગેનો કાયદો પસાર કરી શકાશે અને જરૂર પડે તો તેમને પાછળથી ગઠબંધનમાં સામેલ કરી શકાશે.

didha - 2026-10-29T162032.422

આઈઝનકોટ સામેના પડકારો

અત્યાર સુધી આઈઝનકોટ તરફથી આ પ્રસ્તાવ અંગે કોઈ સકારાત્મક સંકેત મળ્યા નથી. તેઓ નેતન્યાહુની સરકારમાં જોડાવાને રાજકીય રીતે નુકસાનકારક માને છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે નેતન્યાહુ વિરૂદ્ધ આક્રમક ઝુંબેશ ચલાવી હતી અને નેતૃત્વ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો. આવી સ્થિતિમાં જો તેઓ નેતન્યાહુ સાથે હાથ મિલાવે તો તેમના સમર્થકોમાં ભારે અસંતોષ ફેલાઈ શકે છે. આ ઉપરાંત, ગઠબંધનમાં બેન-ગ્વિર અને સ્મોટ્રિચ જેવા કટ્ટર જમણેરી નેતાઓની હાજરી પણ આઈઝનકોટ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે તેમના સમર્થકો મધ્યમમાર્ગી રાજનીતિ પસંદ કરે છે.

કિંગમેકરની ભૂમિકામાં અરબ પક્ષો

નેતન્યાહુનું જૂથ બહુમતીથી દૂર હોવાને કારણે અરબ પક્ષોની ભૂમિકા અત્યંત મહત્વની બની ગઈ છે. 'જોઈન્ટ લિસ્ટ' અને 'રામ' (Ra'am) પાર્ટીને મળીને 19 બેઠકો મળવાનો અંદાજ છે. જો વિપક્ષી જૂથ આ પક્ષો સાથે કરાર કરી લે તો તેઓ 61નો આંકડો સરળતાથી પાર કરીને સરકાર બનાવી શકે તેમ છે. આ સંજોગોમાં અરબ પાર્ટીઓ કિંગમેકર સાબિત થઈ શકે છે. જોકે, આ રસ્તો પણ આસાન નથી. આઈઝનકોટ અગાઉ અરબ પક્ષોના ટેકાવાળી અલ્પમતી સરકારનો ઇનકાર કરી ચૂક્યા છે અને નેતન્યાહુએ પણ આવી કોઈ શક્યતાનો સ્વીકાર કર્યો નથી.

નેતન્યાહુ હજુ પણ મજબૂત દાવેદાર

સ્પષ્ટ બહુમતીના અભાવ છતાં નેતન્યાહુ હજુ પણ સત્તાના દાવેદાર તરીકે મજબૂત સ્થિતિમાં છે. સંસદમાં અસ્થિરતાનો અર્થ એ નથી કે તેમની રાજકીય કારકિર્દીનો અંત આવી ગયો છે. તેઓ વિપક્ષી સાંસદોને પોતાની તરફ ખેંચવાના પ્રયાસો કરી શકે છે. જો ગઠબંધનની તમામ વાટાઘાટો નિષ્ફળ જશે, તો દેશમાં ફરીથી ચૂંટણીઓ યોજાઈ શકે છે, જે નેતન્યાહુને પોતાની સ્થિતિ સુધારવાની વધુ એક તક આપશે.

વધુ વાંચો : / આંદોલન દરમિયાન હિંસા કરનારાઓને સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી પડી શકે, જાણો ક્યાં લેવાયો

આગામી રાજકીય દિશા

સત્તાવાર પરિણામો જાહેર થયા બાદ રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે અને સરકાર રચવા માટે સૌથી યોગ્ય દાવેદાર નક્કી કરશે. ત્યાં સુધી નેતન્યાહુ કાર્યકારી વડાપ્રધાન તરીકે કામગીરી સંભાળશે. જો કોઈ પણ પક્ષ ગઠબંધન કરવામાં નિષ્ફળ રહેશે તો ઈઝરાયેલને ફરી એકવાર નવી ચૂંટણીઓનો સામનો કરવો પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IsraelPolitics Netanyahu IsraelElections

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ