ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:57 PM, 28 October 2026
ADVERTISEMENT
સ્પેનની રાજધાની મેડ્રિડથી દક્ષિણ વિસ્તાર અંડાલુસિયાને જોડતી રેલવે લાઇન પર બુધવારે સવારે એક મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે હાઈ-સ્પીડ ટ્રેનો સામસામે અથવા પાછળથી અથડાતા ભયાનક અકસ્માત થયો હતો. પ્રાદેશિક સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગંભીર અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ADVERTISEMENT
Choque entre un AVE de la línea Madrid-Andalucía y un tren de la compañía Iryo a la altura de Los Yébenes. Por desgracia, hay víctimas mortales y se desconoce el número de heridos en esa nueva tragedia ferroviaria. https://t.co/RAkiRnsl17
— Guaje Salvaje (@GuajeSalvaje) October 28, 2026
આ ભયાનક ટક્કર બુધવારે સવારે 9 વાગ્યાની થોડીવાર બાદ એટલે કે 0800 GMT આસપાસ થઈ હતી. રેલ ઓપરેટર કંપની એડિફના જણાવ્યા મુજબ આ પાછળથી થયેલી ટક્કર હતી, જે મેડ્રિડથી સેવિલ જતી લાઇન પર ઘટી હતી. આ અકસ્માતમાં રેનફે (Renfe) અને ઇરિયો (Iryo) કંપનીઓની એક-એક ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઇરિયો કંપનીની ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા.
ADVERTISEMENT

ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાસ્ટિલા લા માંચા ક્ષેત્રની સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે હાલમાં અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું અને ઘાયલોની કુલ સંખ્યા કેટલી છે તેની સચોટ માહિતી મેળવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
રેલ સંચાલક કંપની એડિફ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર સંદેશ જારી કરીને જણાવવામાં આવ્યું છે કે મેડ્રિડ અને અંડાલુસિયા વચ્ચે દોડતી હાઈ-સ્પીડ લાઇન પર ટ્રેનોની તમામ અવરજવર અનિશ્ચિત સમય માટે રોકી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ જ રેલવે લાઇન પર ગત જાન્યુઆરી મહિનામાં પણ એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં 46 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. તેના બરાબર 9 મહિના બાદ ફરીથી આ જ રૂટ પર અકસ્માત થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ