બ્રેકિંગ ન્યુઝ
ઇઝરાયેલે બુધવારે ઉત્તરી ગાઝા પટ્ટીમાં એક હુમલામાં હમાસ નેતા ઇસ્માઈલ હાનિયાના ત્રણ પુત્રોને મારી નાખ્યા. ઇઝરાયેલે કહ્યું કે તે આતંકવાદી જૂથનાં સભ્યો હતા. દરમિયાન, હમાસે કહ્યું કે આ હુમલામાં હાનિયાના ચાર પૌત્રો, ત્રણ છોકરીઓ અને એક છોકરો પણ માર્યા ગયા. હમાસે જણાવ્યું કે ગાઝા શહેરના શાતી કેમ્પમાં જે કારમાં તેઓ જઈ રહ્યા હતા, તેના અથડાવાથી હાનિયાના ત્રણ પુત્રો, હાઝેમ, અમીર અને મોહમ્મદ માર્યા ગયા.
ADVERTISEMENT
IDF અને શિન બેટે પાછળથી ત્રણ લોકોની હત્યાની પુષ્ટિ કરી અને કહ્યું કે તેઓ આતંકવાદી જૂથના સભ્યો હતા. IDF અને શિન બેટ અનુસાર, અમીર હાનિયા હમાસની લશ્કરી પાંખમાં ટુકડી કમાન્ડર હતો, જ્યારે હાઝેમ અને મોહમ્મદ હનીયાહ લશ્કરી પાંખમાં નીચલા સ્તરના કામદારો હતા.
ADVERTISEMENT
IDFએ જણાવ્યું કે ત્રણેય મધ્ય ગાઝા વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો. દરમિયાન હમાસના નેતા ઇસ્માઈલ હાનિયાએ ઇઝરાયેલ પર બદલો લેવાની ભાવનાથી તેના ત્રણ પુત્રોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. હાનિયાએ બુધવારે એક ઇન્ટરવ્યુમાં મૃત્યુની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેમના પુત્રો જેરુસલેમ અને અલ-અક્સા મસ્જિદને મુક્ત કરાવવાની રાહ પર શહીદ થઈ ગયા.
વધુ વાંચો: 'ભવિષ્ય જોવું હોય તો...', અમેરિકન રાજદૂતે કર્યા ભારતના ભરપેટ વખાણ, જુઓ શું કહ્યું
ADVERTISEMENT
હાનિયાએ કહ્યું કે દુશ્મન બદલો અને નરસંહારની ભાવના સાથે આગળ વધી રહ્યો છે અને તે કોઈપણ ધોરણ કે કાયદાને મહત્ત્વ આપતો નથી. તમને જણાવી દઈએ કે હાનિયા કતારમાં રહે છે. તેમણે કહ્યું કે આ હત્યાઓ હમાસ પર તેના વલણને નરમ કરવા માટે દબાણ કરી શકે નહીં. તેમણે કહ્યું કે દુશ્મનને લાગે છે કે નેતાઓના પરિવારોને નિશાન બનાવીને તે અમારા લોકોને તેમની માંગણીઓ છોડી દેવા માટે મજબૂર જરી દેશે, તો તે ભ્રમનો શિકાર છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.