બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Is kareena kapoor khan and saif ali khan name taimur ali khan brother jeh

નામકરણ / શું કરીના અને સૈફે કરી દીધું તૈમૂરના નાના ભાઈનું નામ ફાઈનલ? જાણો શું છે છોટે નવાબનું નામ

Published By: Bhushita

Last Updated: 10:05 AM, 9 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તૈમૂર અલી ખાન પોપ્યુલર સ્ટાર કિડ છે અને તેના નાના ભાઈનો ચહેરો જોવા ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં માહિતિ મળી રહી છે કે કરીના અને સૈફે નાના દીકરાનું નામ જેહ રાખ્યું છે.

  • કરીના અને સૈફે કરી દીધું તૈમૂરના નાના ભાઈનું નામ ફાઈનલ?
  •  જાણો શું છે છોટે નવાબનું નામ
  • કરીના અને સૈફે નાના દીકરાનું નામ જેહ રાખ્યું છેઃ સૂત્ર

 

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના મોટા દીકરા તૈમૂરના નામને લઈને અનેક વિવાદ થયો હતો. આ પછી હવે તૈમૂરના નાના ભાઈને જોવા માટે પણ ફેન્સ રાહ જોઈ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર તૈમૂરના ભાઈનું નામ સામે આવી રહ્યું છે. કરીના અને સૈફે અનેક નામ પર વિચાર કર્યા બાદ નાના દીકરાનું નામ હાલ પૂરતું જેહ રાખી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વાત કન્ફર્મ નથી કે કરીના અને સૈફ પોતાના દીકરા માટે આ નામ ફાઈનલ કરશે કે નહીં. આ સિવાય પણ એક નામ ચર્ચામાં છે.

આ નામ પણ છે ચર્ચામાં
તૈમૂરના નાના ભાઈના નામ માટે જેહ સિવાય મંસૂર નામ પણ ચર્ચામાં છે. સૈફ પોતાના પિતાના નામથી નાના દીકરાનું નામ રાખવા ઈચ્છે છે. તે પિતા મંસૂર અલી ખાન પટૌડી બાદ નાના જ દીકરાનું નામ મંસૂર રાખવાની ઈચ્છા ધરાવે છે. હવે એ તો સમય જ બતાવશે કે કરીના અને સૈફ પોતાના નાના દીકરા માટે કયું નામ ફાઈનલ કરી રહ્યા છે. પરંતુ અત્યાર માટે જેહ નામ ફાઈનલ કરાયું છે. 


નથી દેખાડ્યો નાના દીકરાનો ચહેરો
થોડા દિવસ પહેલા કરીનાએ નાના દીકરા, તૈમૂર અને સૈફનો એક ફોટો શેર કર્યો હતો. પણ તેમાં બેબીનો ચહેરો બતાવાયો ન હતો. કરીના અને સૈફે નાના દીકરાના જન્મ પહેલાથી નક્કી કર્યું હતું કે તેને મીડિયા અને લાઈમ લાઈટથી દૂર રાખશે. તે નથી ઈચ્છતા તે તૈમૂર જે રીતે લાઈમ લાઈટમાં રહે છે નાનો દીકરો પણ તેમ જ રહે.  શરૂઆતમા જ્યારે પણ તૈમૂર તેના પેરન્ટ્સ સાથે બહાર આવતો ત્યારે ફોટોગ્રાફર્સ તેના ફોટો લેવાનું શરૂ કરી દેતા. તૈમૂર તેનાથી અકળાઈ જતો અને ક્યારેક ફોટોગ્રાફર્સ પર ગુસ્સો પણ કરી દેતો. હવે તેને આદત થઈ ગઈ છે અને તે તેમને જોતાં જ બાય અને હાય પણ કરે છે.  

દાદીએ કહ્યું હતું - કોઈ અન્યને મળી જશે પછીમાં લાઈમ લાઈટ
તૈમૂરને મળેલી લાઈમલાઈટ ચર્ચામાં રહેતી. સૈફ અને કરીના પણ તેનાથી પરેશાન રહેતા. દાદી શર્મિલા ટૈગોરે કહ્યું હતું કે હાલમાં તેને આ લાઈમ લાઈટ મળી રહી છે તેની તેને સમજ નથી પણ તે મોટો થશે ત્યારે તેને ખ્યાલ આવશે કે આ બધુ નહીં  મળે તો તેને વધારે અનુભવ થશે. શર્મિલાએ કહ્યું કે અન્ય સ્ટારના બાળકો આવશે ત્યારે તૈમૂરથી લાઈમ લાઈટ હટી જશે અને બીજે ફોકસ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Kareena Kapoor Saif Ali Khan name taimur ali khan brother કરીના જેહ તૈમૂર નામ મંસૂર સૈફ અલી ખાન kareena kapoor khan and saif ali khan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ