બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:42 PM, 25 September 2023
ADVERTISEMENT
તમને જો અટકી અટકીને પેશાબ આવી રહ્યો છે તો તેને નજર અંદાજ કરવાની ભૂલ ક્યારેય ન કરતા. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર અટકી અટકીને યુરિન આવવો શરીરમાં ઘણી મોટી બિમારીઓના ઘરનો સંકેત આપે છે. આવો જાણીએ તેના વિશે...
ADVERTISEMENT
પ્રોસ્ટેટ થેલીમાં ઈન્ફેક્શન
પુરૂષોમાં મૂત્રાશયની નીચે એક નાની ગ્રંથિ હોય છે. જેને પ્રોસ્ટેટ ગ્રંથિ કહેવામાં આવે છે. આ વીર્ય દ્રવ પેદા કરવાનું કામ કરે છે અને તે નળીથી જોડાયેલી હોય છે જે મૂત્રાશયથી મૂત્રને શરીરથી બહાર કાઢે છે. યુવા આદમીના પ્રોસ્ટેટ લગભગ એક અખરોટ બરાબર હોય છે. ઉંમર વધવાની સાથે સાથે આ ધીરે ધીરે વધવા લાગે છે. જેના કારમે પ્રોસ્ટેટ થેલીમાં ઈન્ફેક્શન કે કેન્સર જેવી સમસ્યાઓ થવા લાગે છે.
ત્યાં જ પેશાબ અટકી અટકીને આવવો કે પેશાબ કરતી વખતે બળતરા થવા અને રાત્રીના સમયે વારંવાર પેશાબ આવવો પ્રોસ્ટેટ થેલીમાં ઈન્ફેક્શન કે કેન્સરના લક્ષણ હોઈ શકે છે. એવામાં જો તમને પણ આ પ્રકારની મુશ્કેલીઓન સામનો કરવો પડી રહ્યો છે તો સમય રહેતા તેની તપાસ જરૂર કરાવી લો.
કિડની ઈન્ફેક્શન
જો તમને વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થાય છે પરંતુ જ્યારે તમે પેશાબ કરવાનો પ્રયત્ન કરો ત્યારે પેશાબ થોડો અટકી અટકીને આવે છે તો આ કિડનીમાં ઈન્ફેક્શનની તરફ ઈશારો કરે છે. એવામાં ઘણી વખતે પેશાબ કરતી વખતે દુખાવો કે હલ્કી બળતરા પણ થાય છે.
તેના ઉપરાંત કિડનીમાં પથરી બનવાના કારણે પણ પેશાબ અટકી અટકીને આવવા લાગે છે. હકીકતે પથરીનો આકાર એક નાના મોતીથી લઈને મુઠ્ઠી જેટલો મોટો પણ હોઈ શકે છે. ત્યાં જ કિડની સ્ટોન થવા પર ઘણી વખત નાના પથ્થર મૂત્રનળીને અવરોધ કરે છે. જેના કારણે આ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
ડાયાબિટીસ
અટકી અટકીને કે વારંવાર પેશાબ આવવો ડાયાબિટીસના શરૂઆતી લક્ષણ પણ હોઈ શકે છે. શરીરમાં બ્લડ શુગર વધવાના કારણે વ્યક્તિને પેશાબ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં સમય રહેતા તેની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.
UTI
આ બધા ઉપરાંત UTI એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનના કારણે પણ તમને પેશાબ અટકી અટકીને આવવાની સમસ્યા થઈ શકે છે. એવામાં સમય રહેતા તપાસ કરાવો, યોગ્ય સારવાર કરાવો. લાંબા સમય સુધી UTI સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.