બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / Iraq Shia leader Muqtada al Sadr political crisis Green Zone

અરાજકતા / ઇરાકમાં રાજકીય સંકટ, શિયા ધર્મગુરૂએ રાજનીતિમાંથી સંન્યાસ લેતા હોબાળો, ફાયરિંગમાં 8ના મોત

Hiren

Last Updated: 11:49 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇરાકમાં શિયા ધર્મગુરૂના રાજનીતિથી સંન્યાસ પર હોબાળો સર્જાયો છે. શ્રીલંકા જેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે. ઇરાકમાં રાજકીય સંકટે અરાજકતા ઉભી કરી દીધી છે.

  • ઇરાકમાં શિયા ધર્મગુરૂના રાજનીતિથી સંન્યાસ પર હોબાળો
  • ફાયરિંગમાં 8ના મોત, રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસી ભીડ
  • ઇરાકમાં શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાઈ

ઇરાકમાં અરાજકતાની સ્થિતિ પેદા થઇ છે. સોમવારે પાવરફુલ શિયા મુસ્લિમ ધર્મગુરૂ મુક્તદા અલ-સદરે રાજનીતિ છોડવાનું એલાન કરી દીધુ, જ્યારબાદ પરિસ્થિતિ વધુ બગડી ગઈ. બગદાદમાં ધર્મગુરૂના સમર્થકો અને ઈરાન સમર્થિત લોકો વચ્ચે ઘર્ષણ થઇ ગયું. ઘટનામાં 8 લોકોના મોત થઇ ગયા. ટોળાએ રાષ્ટ્રપતિ ભવન અને સરકારી બિલ્ડિંગ્સ પર ચડાઈ કરી દીધી છે. અમેરિકી દૂતાવાસના કર્મચારીઓને હેલિકોપ્ટરથી ગ્રીન ઝોનથી બહાર કાઢવામાં આવ્યા.

પ્રદર્શનકારીઓ પર કાબૂ મેળવવા માટે સેના આંસૂ ગેસના ગોળા છોડી રહી છે. આ વચ્ચે, ટોળું પ્રેસિડેન્ટ્સ પુલમાં સ્વિમિંગ પણ કરી રહ્યું છે. ધર્મગુરૂના સમર્થક રિપબ્લિક પેલેસના સ્વિમિંગ પુલમાં મસ્તી કરી રહ્યા છે.

10 મહીનાથી ન પ્રધાનમંત્રી, ન મંત્રિમંડળ
જણાવી દઇએ કે છેલ્લા 10 મહિનાથી ન કોઈ સ્થાઈ પ્રધાનમંત્રી છે. ન કોઈ મંત્રિમંડળ છે અને ન કોઈ સરકાર છે. જેના કારણે ત્યાં રાજકીય અરાજકતાની સ્થિતિ બનેલી છે. એટલે જેમ શ્રીલંકામાં રાજકીય સંકટ બાદ ટોળાએ સંસદને બંધક બનાવી લીધી હતી. હવે તેવી પરિસ્થિતિ ઇરાકમાં બની ચૂકી છે.

ગ્રીન ઝોનમાં થયો પથ્થરમારો
ન્યૂઝ એજન્સી રૉયટર્સના અનુસાર, સોમવારે મૌલવીની રાજનીતિ છોડવાના નિર્ણયથી તેમના સમર્થકોમાં નારાજગી વધી ગઈ અને તેઓ રોડ પર ઉતરી આવ્યા. આ લોકોની તેહરાન સમર્થિત લોકોની સાથે અથડામણ થઇ ગઈ. તેમણે બગદાદના ગ્રીન ઝોનની બહાર એકબીજા પર પથ્થર માર્યા. જણાવી દઇએ કે, આ વિસ્તારમાં મંત્રાલયો અને દૂતાવાસોમાં રહેનારાના ઘર છે.

એક અઠવાડિયાથી ધરણા પર હતા ધર્મગુરૂના સમર્થક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેન્ટ્રલ બગદાદમાં ગોળીઓના અવાજ સંભળાયા. હવાઈ ફાયરિંગ કરાતા ચકચાર મચી ગઈ. પોલીસ અને ડૉક્ટર્સ તરફથી જણાવાયું કે અથડામણમાં 8 લોકોના મોત થઇ ગયા અને 19 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. એ પણ જણાવ્યું કે શિયા ધર્મગુરૂના રાજનીતિ છોડ્યા બાદ પરિસ્થિતિ બગડવા અને તેમની જાહેરાતના કેટલાક કલાકો બાદ ઘર્ષણ વધ્યું. જોકે, ગ્રીન ઝોનમાં સ્થિત સંસદમાં શિયા ધર્મગુરૂના સમર્થક એક અઠવાડિયાથી ધરણા આપી રહ્યા હતા. તેમને પોતાના નેતાના રાજનીતિ છોડવાના એલાન અંગે જાણ થતા તેઓ ઉગ્ર થઇ ગયા.

ઇરાકમાં કર્ફ્યુ લગાવાયું
અથડામણોની ઘટના બાદ ઇરાકની સેનાએ બપોરે સાડા ત્રણ વાગ્યાથી દેશમાં કર્ફ્યૂ લાગૂ કરી દીધું છે. તેની સાથે જ પ્રદર્શનકારિઓને ગ્રીન ઝોન છોડવાની અપીલ કરી છે. ઇરાકમાં નવી સરકારની રચનાને લઇને એક મહિનાથી સંકટ ચાલી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ