બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / iran imposed lifetime ban on weightlifter over handshake israeli competitor

ચોંકાવનારી ઘટના / આ તો ગજબ કહેવાય! દુશ્મન દેશના ખેલાડીને હાથ મિલાવવો આ પ્લેયરને ભારે પડ્યો, મૂકાયો આજીવન પ્રતિબંધ

Arohi

Last Updated: 04:00 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sports News: ઘણા એવા ખેલાડીઓ છે જેમના પર કોઈ કારણથી દેશે પ્રતિબંધ લગાવ્યો હોય. પરંતુ એક એવો પણ દેશ છે જેણે ખેલાડી પર એટલા માટે પ્રતિબંધ લગાવી દીધો કે તેણે સામેના ખેલાડી સાથે હાથ મિલાવ્યો.

  • હાથ મિલાવવો ખેલાડીને પડ્યો ભારે 
  • ખેલાડી પર મૂકાયો આજીવન પ્રતિબંધ 
  • જાણો ક્યાંની છે આ ઘટના 

ઘણા દેશ પોતાના ખેલાડી પર જ્યારે પ્રતિબંધ લગાવે છે તો તેની પાછળ કોઈને કોઈ કારણ જરૂર હોય છે. પરંતુ એક એવો પણ દેશ છે જેણે ખેલાડી પર એટલા માટે પ્રતિબંધ લગાવી દીધો કે તેણે સામેના ખેલાડી સાથે હાથ મિલાવ્યો. આ ઘટના ઈરાનની છે. 

40 વર્ષના મુસ્તફા રાઝાઈએ શનિવારે ઈઝરાયલના વેટલિફ્ટર મકસિમ સ્વેર્સ્કી સાથે હાથ મિલાવ્યો. ત્યાર બાદ બન્ને પોલેન્ડના વિલ્લિઝ્કામાં વર્લ્ડ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં પોડિયમ પર ઉભા રહ્યા હતા. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી અનુસાર નિકાયે એક નિવેદનમાં કહ્યું, "વેટલિફ્ટર ફેડરેશને એથલીટ મુસ્તફા રાઝાઈના દેશની બધી ખેલ ફેસિલિટીઝમાં પ્રવેશ પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો છે અને આ પ્રતિયોગિતા માટે પ્રતિનિધિમંડળના પ્રમુખ હામિદ સાલેહિનિયાને કાઢી મુકવામાં આવ્યો છે."

ઈઝરાયલ સાથે છે ઈરાનની દુશ્મની 
ઈરાન પોતાના કટ્ટર દુશ્મન ઈઝરાયલને માન્યતા નથી આપતું. સાથે જ ઈરાની અને ઈઝરાયલી એથલીટો વચ્ચે બધા સંપર્કો પર પ્રતિબંધ પણ લાગેલો છે. એક રિપોર્ટ અનુસાર રાઝાઈએ તે કાર્યક્રમમાં ઈસ્લામી ગણતંત્રની રેડ લાઈનને ક્રોસ કરી છે. જ્યાં ઈરાની પ્રતિનિધિમંડળને ફેડરેશનના સમર્થનથી મોકલવામાં આવ્યા હતા.

રાઝાઈ ઈરાનની નેશનલ ટીમના પૂર્વ સદસ્ય છે અને તેમણે વર્ષ 2015માં થાઈલેન્ડમાં એશિયાના વેટલિફ્ટર ચેમ્પિયનશિપમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ 2021માં ઈરાનની સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ એથલીટો પાસે આગ્રહ કર્યો હતો કે તે મેડલ હાસિલ થયા બાદ પણ ક્રિમિનલ રિઝાઈમના પ્રતિનિધિ સાથે હાથ નહીં મિલાવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ