બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / સ્ટેડિયમ નાસભાગમાં પહેલી 'બલિ'! કોહલીની ટીમના મોટા અધિકારીની ધરપકડ, મુંબઈ જતાં પોલીસે ઉપાડી લીધા
Last Updated: 09:14 AM, 6 June 2025
શુક્રવારે ચિન્નાસ્વામી નાસભાગ કેસમાં પોલીસે બેંગલુરુ એરપોર્ટ પર આરસીબી માર્કેટિંગ હેડ નિખિલ સોસલેની ધરપકડ કરી છે. સોસલે જ્યારે મુંબઈ જતાં હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી. ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી), કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (કેએસસીએ) અને ડીએનએ એન્ટરટેઈનમેન્ટ વિરુદ્ધ પ્રથમ એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ડીએનએ એન્ટરટેઈનમેન્ટે આરસીબીના વિજય ઉજવણીનું સંચાલન કર્યું હતું જ્યારે કેએસસીએએ તેનું આયોજન કર્યું હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, આ કેસ ભારતીય ન્યાય સંહિતાના પાંચ કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કલમ 105નો સમાવેશ થાય છે, જે ગુનાહિત હત્યા સાથે સંબંધિત છે.
ADVERTISEMENT
Bengaluru Police have arrested RCB's Head of Marketing and Revenue - Nikhil Sosale. (Cricbuzz) pic.twitter.com/4G8DhZc5NY
— Ishan Joshi (@ishanjoshii) June 6, 2025
કોણ છે નિખિલ સોસલે
ADVERTISEMENT
નિખિલ સોસલે કોહલીની ટીમ આરસીબી માર્કેટિંગ હેડ છે અને ટીમનો તમામ વહિવટ તેઓ સંભાળી રહ્યાં છે.
શું હતી ઘટના
ADVERTISEMENT
બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર આરસીબીની આઈપીએલ ટ્રોફી જીતની ઉજવણી કરવા માટે ભેગી થયેલી ભીડમાં નાસભાગ મચી હતી જેમાં 11 લોકોના મોત થયાં હતા તથા ઘણા ઘાયલ થયાં હતા. આ ઘટના બરાબર ત્યારે બની જ્યારે સ્ટેડિયમની અંદર ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર વિજેતા ટીમનું ટ્રોફી સાથે સન્માન કરતાં હતા જેમાં વિરાટ કોહલી પણ હાજર હતો.
BREAKING NEWS
— MASS (@BoyOfMasses) June 6, 2025
NIKHIL SOSALE the marketing head of RCB has been ARRESTED at the BANGALORE AIRPORT while he was trying to escape today morning
(That right side black shirt guy) pic.twitter.com/dEoBR7Gahz
ADVERTISEMENT
શું બોલ્યાં મુખ્યમંત્રી
મીડિયા સાથે વાત કરતા, સિદ્ધારમૈયાએ કહ્યું કે જ્યારે મહાકુંભમાં ભાગદોડમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે તેમણે ટીકા કરી ન હતી. આવી ઘટનાઓ ઘણી જગ્યાએ બની છે. હું હવે તેની સરખામણી કરીને તેનો બચાવ કરવાનો નથી કે તે અહીં અને ત્યાં બન્યું. કુંભ મેળામાં 50-60 લોકો મૃત્યુ પામ્યા, મેં તેની ટીકા કરી નથી. હું આ ઘટનાનો બચાવ કરવા માંગતો નથી. અમારી સરકાર આના પર રાજકારણ નહીં કરે. મેં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે અને 15 દિવસનો સમય આપ્યો છે. લોકોએ સ્ટેડિયમના દરવાજા પણ તોડી નાખ્યા. ભાગદોડ મચી ગઈ . કોઈને આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી. સ્ટેડિયમમાં ફક્ત 35,000 લોકોની ક્ષમતા છે, પરંતુ 2-3 લાખ લોકો આવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.