બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 These 3 events before the match increase Hardik-Rahul's problem

IPL 2024 / મેચ પહેલાની આ 3 ઘટનાઓએ વધારી હાર્દિક-રાહુલની મુશ્કેલી, ગિલ-સેમસનની જીત નિશ્ચિત! જાણો કઇ રીતે

Megha

Last Updated: 11:34 AM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે મુંબઈ કે લખનૌના ચાહક છો તમારી માટે ખરાબ સમાચાર છે. આ ટીમોને હારનો સામનો કરવો પડી શકે છે. મેચ પહેલા બનેલી ઘટનાઓએ આ તરફ ઈશારો કરી રહી છે.

IPL 2024નો પ્રથમ સુપર સન્ડે અને મેચોના ડબલ રોમાંચના બીજા દિવસે  IPL પિચ પર, પ્રથમ KL રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ સામે થશે. આ મેચ જયપુરમાં રમાશે અને બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળનાર હાર્દિક પંડ્યા તેની અગાઉની ટીમ ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. આ મેચ અમદાવાદમાં યોજાશે. 

એવામાં હવે જો તમે મુંબઈ કે લખનૌના ચાહક છો તો સમાચાર સારા નથી. આ ટીમોને પણ નિરાશાનો સામનો કરવો પડી શકે છે. આ અમે નહીં પરંતુ મેચ પહેલા બનેલી ત્રણ ઘટનાઓએ આ તરફ ઈશારો કર્યો છે. આનો અર્થ એ થયો કે શુભમન ગીલની કેપ્ટન્સી હેઠળની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની કમાન હેઠળની રાજસ્થાન રોયલ્સ ટીમો જીત સાથે પોતાનું ખાતું ખોલતી જોવા મળી શકે છે. 

હવે આ IPLમાં અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં જે ટીમ યજમાન રહી છે તે જીતી છે. મતલબ કે મુલાકાતી ટીમ પર યજમાનોનો દબદબો રહ્યો છે. હવે જો સુપર સન્ડે મેચોમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહે તો IPL પિચ પર કેપ્ટન તરીકે શુભમન ગિલની પ્રથમ જીત નિશ્ચિત છે. તે પહેલા સંજુ સેમસનની ટીમ પણ પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીતતી જોવા મળી શકે છે.

IPL 2024ની પ્રથમ મેચમાં CSKએ RCBને હરાવ્યું હતું. આ મેચ ચેન્નાઈના ચેપોક મેદાન પર રમાઈ હતી. આ પછી, બીજી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું. આ મેચ પંજાબના નવા હોમ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. ત્રીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને જીતી હતી.

વધુ વાંચો: આજે RR vs LSG વચ્ચે જયપુરમાં થશે કાંટે કી ટક્કર, જાણો કેવી હશે પ્લેઇંગ 11 ટીમ

જાણીતું છે કે IPL 2024ના પ્રથમ સુપર સન્ડેની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સે જયપુરમાં તેમના હોમ ગ્રાઉન્ડ સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમવાનું છે. બીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જે ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ હશે. અહીં GT મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાનું છે. જો છેલ્લી 3 મેચમાં જોવા મળેલો ટ્રેન્ડ એ જ રહેશે તો મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યા અને લખનૌના કેપ્ટન કેએલ રાહુલની મુશ્કેલીઓ ચોક્કસ વધી જશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ